Moringa Paratha Recipe : શિયાળામાં હેલ્ધી અને PM મોદીના ફેવરિટ સરગવાના પરાઠા બનાવો, જાણો સંપૂર્ણ રેસિપી
સરગવાના પાંદડામાં પોષક તત્વોનો ખજાનો છે. કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ જેવા તત્વો હાજર હોય છે. જેથી સરગવાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તો આજે અમે તમને જણાવીશું કે સરગવાના પરાઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.

સરગવાને ખાવાના અનેક ફાયદાઓ છે. પરંતુ કેટલીક વાર ઘણા લોકોને સરગવાની ભાજી ખાવાનું પસંદ નથી હોતું ત્યારે તમે સરગવાના પરાઠા બનાવી શકો છો.

સરગવાના પરાઠા બનાવવા માટે સરગવાની સીંગ અથવા સરગવાના પાન,ઘઉંનો લોટ, ધાણા પાઉડર, સફેદ તલ, હળદર, મરચું પાઉડર, જીરું પાઉડર, મીઠું, કોથમીર સહિતની સામગ્રીની જરુર પડે છે.

સરગવાના પરાઠા બનાવવા માટે સૌથી પહેલા સરગવાની સીંગને ચોખ્ખા પાણીથી સાફ કરી તેને બાફી લો. ત્યારબાદ એક વાસણમાં ઘઉંનો લોટ, મરચું, સફેદ તલ, હળદર, ધાણા પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે ઘઉંના લોટમાં સરગવાનો પલ્પ અને સરગવાનો સ્ટોક ઉમેરો. ત્યારબાદ જો જરુર લાગે તો જ તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેને બાંધી લો. ત્યારબાદ તેને 3-4 મિનિટ માટે આરામ કરવા માટે મુકો.

હવે તવી ગરમ કરવા મુકો. ત્યારબાદ પરાઠા બનાવી ધીમી આંચ પર પરાઠાને શેકો. જ્યાં સુધી પરાઠા બંન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પરાઠાને શકો. ત્યારબાદ તમે સ્વાદિષ્ટ પરાઠાને ચટણી અથવા દહીં સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
