રાજયોગિની દાદી રતનમોહિનીજીના 99માં જન્મોત્સવ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર, નશામુક્ત ભારત-2023નો કરાવ્યો પ્રારંભ, જુઓ Photos

Divyang Bhavsar

|

Updated on: Mar 19, 2023 | 4:39 PM

CM Bhupendra Patel: આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે રાજયોગિની દાદી રતનમોહિનીજીના 99માં જન્મોત્સવ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે રાજસ્થાનની ધરતી પરથી નશામુક્ત ભારત 2023નો પ્રારંભ કરાવ્યો.

 આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝ મુખ્યાલય ખાતે રાજયોગિની દાદી રતનમોહિનીજીના 99માં જન્મોત્સવ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ રહી કેક કાપી, દિપ પ્રાગટ્ય કરી રાજસ્થાનની ધરતી પરથી નશામુક્ત ભારત-૨૦૨૩ અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી ૨૮ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશમાં નશામુક્તિ અભિયાનના પ્રદર્શનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

1 / 5
 આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયોગિની દાદી રતનમોહિનીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, આપ સ્વસ્થ રહી સૌનું આધ્યાત્મિક માર્ગદર્શન કરતા રહો એવી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના કરુ છું. વિશ્વના લોકપ્રિય નેતા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે એ કાર્ય મંત્રથી સરકાર સમાજ સેવાનું કાર્ય કરે છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા પણ આધ્યાત્મિક માર્ગદર્શન, પર્યાવરણ સુરક્ષા અને સમાજ સેવાનું કામ કરે છે.

2 / 5
બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રયાસોની સરાહના કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે,  રાજયોગિની દાદી રતનમોહિનીજીના જન્મદિવસને સમાજ સેવાના અભિયાન સાથે મનાવવામાં આવી રહ્યો છે એ સોનામાં સુંગધ સમાન છે. આધ્યાત્મિક જીવનની મહાન જીવનયાત્રામાં દાદીજીએ પરમાત્મા, પ્રેમ અને વિશ્વ સેવામાં સ્વયંને સંપૂર્ણ સમર્પિત કર્યુ છે. વિશ્વભરના અનેક આત્માઓના જીવનમાં ઇશ્વરીય  જ્ઞાન પ્રકાશિત કરી તેમને હીરા સમાન બનાવ્યા છે.

3 / 5
 મુખ્યમંત્રીએ કહ્યું કે,  દાદીજીએ ઇશ્વરીય શિક્ષાઓનો પ્રસાર કરી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સાકાર રૂપ આપી વિશ્વમાં શાંતિ સ્થાપના કરવાની શ્રેષ્ઠ સાધના કરી છે. પૂજ્ય દાદીના પ્રયાસોથી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું છે તથા તેમની પ્રેરણાથી સમાજ સેવામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા ખુબ મોટી જવાબદારી નિભાવી રહી છે.આ સંસ્થા સાધારણ આધ્યાત્મિક સંગઠનથી શરૂ કરીને આજે વૈશ્વિક સંગઠન બની ગયું છે.  આ સંસ્થા આજે વિશ્વના 140 દેશોમાં  સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સશક્તિકરણનું કામ કરે છે.

4 / 5
   મુખ્યમંત્રીએ ગુજરાતની વાત કરતા કહ્યું કે, ગુજરાત ડ્રગ્સ અને નશાયુક્ત વ્યસનોની વિરુદ્ધ "ઝીરો ટોલરન્શ"ની નીતિથી કામ કરે છે. ' સે નો ટુ ડ્રગ્સ' જેવા જનજાગૃતિના કાર્યક્રમો પણ ગુજરાતમાં ચલાવવામાં આવે છે. તેમણે બ્રહ્માકુમારીઝના જળ સંગ્રહના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સુજલામ- સુફલામ જળ અભિયાન ખુબ સફળ રહ્યું છે. જેમાં ૮૬ હજાર લાખથી વધુ ઘનફૂટ જળસંગ્રહનો વધારો થયો છે.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati