AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે, એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લામાં રૂ. 272 કરોડના વિવિધ વિકાસલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અને કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા હતા. બપોર બાદ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આંબરડી ખાતે આવેલા લાયન સફારી પાર્કની મુલાકાત લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2024 | 8:26 PM
Share
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો.

1 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબરડીના ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત દરમિયાન ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજીટલ પ્રસ્તુતિ નિહાળી હતી. એટલું જ નહિ, સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી.

2 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂ. 272 કરોડના 77 જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા. મુખ્યમંત્રી આ મુલાકાત અંતર્ગત બપોર બાદ આંબરડી સફારી પાર્ક પહોંચ્યા હતા.

3 / 6
આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા 365 હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંહદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે.

4 / 6
ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે.

5 / 6
આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">