Zakir Khanએ ન્યૂયોર્કમાં ઇતિહાસ રચ્યો, હિન્દીમાં પરફોર્મ કરનાર પ્રથમ કોમેડિયન બન્યા
ફેમસ કોમેડિયન ઝાકિર ખાને ભારતનું નામ રોશન કર્યું છે. ઝાકિર ખાને MSG ન્યૂયોર્કમાં ઇતિહાસ રચ્યો છે, હિન્દીમાં પરફોર્મ કરનાર પ્રથમ કોમેડિયન બન્યો છે. તેમજ ઝાકીરના શોનું પોસ્ટર પણ ટાઇમ્સ સ્ક્વેર પર જોવા મળ્યું હતું.

ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાને ન્યુયોર્કમાં ભારતનું નામ રોશન કર્યું છે. કોમેડિયન ન્યુયોર્કના ફેમસ મેડિસન સ્કવેર ગાર્ડનમાં હિન્દીમાં પરફોર્મ કર્યું છે. તે પહેલો ભારતીય કોમેડિયન બની ગયો છે. તેમણે ન્યુયોર્ક જઈ હિન્દીમાં પરફોર્મ કર્યું છે.

ભારતીય કોમેડી વર્લ્ડમાં આ મોટી ઉપલ્બધ છે. ઝાકિર ખાનની સાથે આ મંચ પર ફેમસ કોમેડિયન અને ઝાકિરનો મિત્ર તન્મય ભટ્ટ પણ સામેલ થયો હતો. હવે સોશિયલ મીડિયા પર તેના પરફોર્મન્સની કિલ્પ વાયરલ થઈ રહી છે.

કોમેડિયને પરફોર્મન્સ બાદ ન્યુયોર્કની એક મીડિયાને ઈન્ટરવ્યુ પણ આપ્યું હતું. આ વાતચીતમાં ઝાકિરે પોતાના પરફોર્મન્સ પર વાત કરતા કહ્યું કે, આ એક મોટી સિદ્ધિ છે. આ સાથે તેમણે પોતાની જર્ની વિશે વાત પણ શેર કરી છે. હિન્દીમાં પરફોર્મ કરી ન્યુયોર્કના લોકોને હસાવવા એક મોટી વાત છે. આ પહેલા અત્યારસુધી કોઈ પણ કોમેડિયને આવું કર્યું નથી.

તમને જણાવી દઈએ કે, તેના પરફોર્મન્સ પહેલા ઝાકિર ખાનના એક શોનું પોસ્ટર ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર જોવા મળ્યું હતુ. ઝાકિરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિલબોર્ડની નીચે પોતાની ટીમ સાથે ઉભા રહી ફોટો શેર કર્યો હતો.

જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સાથે તેમણે એક અમેરિકી મીડિયા પ્લેટફોર્મ પર શેફ વિકાસ ખન્નાની સાથે કુકિંગ કરતા જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, પરફેક્ટ કોમિક ટાઈમિંગ અને સાદગી માટે ઝાકિર ખાન જણાય છે. તે વીડિયોમાં પોતાની અને આમ આદમીની ઈમેજ માટે લડ્યા છે. તે પ્રાઈમ વીડિયો પર તેનો કોમેડી શો કોમિક્સ્તાન ખુબ ફેમસ છે. આ સાથે તે ચાચા વિધાયક હૈ હમારા જેવી વેબ સિરીઝમાં લીડ રોલમાં જોવા મળી ચૂક્યો છે.
રિયાલિટી શો એ ટેલિવિઝન પ્રોગ્રામનો એક પ્રકાર છે. જેનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનને રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે સામાન્ય લોકો રોજિંદા જીવનમાં અથવા ઘણીવાર પ્રોગ્રામ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવતી પરિસ્થિતિઓમાં કેવી રીતે વર્તે છે તે બતાવવાનો છે. અહી ક્લિક કરો
