Unni Mukundan Birthday : એક્શન સ્ટંટ માટે પ્રખ્યાત છે મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદન, આ ફિલ્મે આપી ઓળખ
Unni Mukundan Birthday : વર્ષ 2018માં, ઉન્ની મુકુંદને અનુષ્કા શેટ્ટી સાથે તમિલ અને તેલુગુ ભાષામાં ફિલ્મ ભાગમથીમાં કામ કર્યું હતું. આ ફિલ્મે તેને લોકોમાં ઘણી લોકપ્રિયતા અપાવી હતી.

મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 22 સપ્ટેમ્બર 1987ના રોજ જન્મેલા અભિનેતાએ તમિલ ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઉન્ની મુકુંદનનું સાચું નામ ઉન્નીકૃષ્ણન મુકુંદન છે. પરંતુ, ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી, તેણે પોતાના નામમાં ફેરફાર કર્યા અને તે તેના માટે ખૂબ અસરકારક સાબિત થયું.

અભિનેતા ઉન્ની મુકુન્દને વર્ષ 2011 માં તમિલ ફિલ્મ Seedanથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી તેણે ઘણી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ કરીને ઓળખ બનાવી.

વર્ષ 2012માં આવેલી વૈશાખની એક્શન કોમેડી ફિલ્મ મલ્લુ સિંહથી તેને ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મે તેને સફળતા અપાવી હતી.

વર્ષ 2018માં, તેણે સાઉથ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે તમિલ-તેલુગુ ફિલ્મ ભાગમથીમાં કામ કર્યું. આ ફિલ્મે તેને લોકોમાં ઘણી લોકપ્રિયતા અપાવી હતી.