એ બોલીવૂડ સ્ટાર્સ જેમણે પોતાની ભાભી કે સાળી સાથે ફિલ્મોમાં કર્યો રોમાંસ, આ જોડી તમારી પણ હશે ફેવરિટ

એવા ઘણા કલાકારો છે કે જેમણે ફિલ્મોમાં તેમની ભાભી અથવા સાળી સાથે રોમાંસ કર્યો હોય. આટલું જ નહીં, પ્રેક્ષકોને પણ તેમની જોડી ખૂબ પસંદ આવી હોય.

1/8
ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ બોલિવૂડમાં સાથે કામ કર્યું છે. પરંતુ પછીથી બંને સહકલાકારો વચ્ચે બાદમાં ઘણા અલગ સંબંધ બંધાઈ જતા હોય છે.  ઘણા કલાકારો તેમના સહ-કલાકાર સાથે પ્રેમ સંબંધ બાંધે છે. તો કોઈ લગ્ન કરી લે છે.

2/8
તે જ સમયે, કેટલાક અભિનેતાઓ જેણે અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક ફિલ્મો કરી હોય અને પછીથી તેઓ તેમની ભાભી અથવા સાળી પણ બનતા હોય છે. તો ચાલો તમને તે સ્ટાર્સ વિશે જણાવીએ કે જેમણે તેમની ભાભી અથવા સાળી સાથે રોમેન્ટિક ફિલ્મ કરી છે.

3/8
રણધીર કપૂર સાથે 5 ફિલ્મો કરતી વખતે નીતુ કપૂરે ક્યારેય વિચાર્યું ન હતું કે ઋષિ કપૂર સાથે લગ્ન કરીને તે તેના પરિવારની પુત્રવધૂ બની જશે. નીતુએ તેની બોલિવૂડ કેરિયરની શરૂઆત રિક્ષાવાલા ફિલ્મથી કરી હતી, જેમાં તેની સામે જેઠ રણધીર કપૂર પણ હતા. બંનેએ હિરાલાલ, પન્નાલાલ, કસ્મે વાદે, ભલા માનૂસ અને ઢોંગી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

4/8
અનિલ કપૂર અને શ્રીદેવી આ સૂચિ માટે યોગ્ય નામ છે. બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી હતી અને આ જ કારણ છે કે તેમની ફિલ્મો હિટ રહી હતી. અનિલે લાડલા, મિસ્ટર ઈન્ડિયા અને લમ્હે જેવી હિટ ફિલ્મોમાં ભાભી શ્રીદેવી સાથે કામ કર્યું. બંનેએ લગભગ 14 ફિલ્મોમાં કામ કર્યું છે. બોની સાથે લગ્ન બાદ ભાભી બન્યા પછી શ્રીદેવીએ ફરીથી અનિલ સાથે માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું, જેનું નામ 'જુદાઇ' હતું.

5/8
રાની મુખર્જી કાજોલની કઝીન છે અને આ સંબંધ સાથે તે અજય દેવગનની સાળી થાય છે. અજય અને રાનીએ 2 ફિલ્મોમાં પોતાની કેમિસ્ટ્રીથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. બંનેએ LOC કારગિલ અને ચોરી ચોરીમાં સાથે રોમાંસ કર્યો. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ આવી હતી, પરંતુ ફિલ્મની વાર્તા ખાસ ન હોવાને કારણે ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ થઈ ગઈ.

6/8
સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂરે ફિલ્મ હમ સાથ સાથ હૈં ફિલ્મમાં કામ કર્યું છે. બંને ફિલ્મમાં રોમાંસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે સૈફ અને કરિશ્માએ આ ફિલ્મનું શૂટિંગ કર્યું હશે ત્યારે તેઓએ કદી વિચાર્યું પણ નહિ હોય કે એક સમય એવો આવશે જ્યારે બંને વચ્ચે સાળી-જીજાજીનો સંબંધ બનશે. બંને વચ્ચે વાસ્તવિક જીવનમાં પણ સારા બંધન છે. કરિશ્મા, કરીના અને સૈફ સાથે ઘણી પાર્ટી કરતા રહે છે.

7/8
ઉદય ચોપરાએ ભાઈ આદિત્ય ચોપરાની વાઈફ એટલે કે ભાભી રાની મુખર્જી સાથે ફિલ્મ મુઝસે દોસ્તી કરોગેમાં કામ કર્યું હતું. બંનેની જોડીને પણ પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.

8/8
મહેલ અને હાવડા બ્રિજ ફિલ્મોમાં અશોકકુમારે મધુબાલા સાથે રોમાંસ કર્યો હતો. બંનેની ઓનસ્ક્રીન જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જોકે, મધુબાલાએ બાદમાં અશોકના ભાઈ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા.

Click on your DTH Provider to Add TV9 Gujarati