પ્રીતિના લગ્નમાં કબીર સિંહ મચાવશે ધમાલ, શાહિદ કપૂર સહિત આ સેલેબ્રિટી પહોંચ્યા જૈસલમેર
Sidharth Kiara Wedding : બોલિવૂડના ફેમસ કપલ સિદ્ધાર્થ અને કિયારાની લગ્ન વિધીઓ આજથી શરુ થઈ છે. તેમના લગ્નમાં સામેલ થવા માટે અભિનેતા શાહિદ કપૂર સહિત અનેક સેલેબ્રિટી જૈસલમેર પહોંચી રહ્યાં છે.

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં સામેલ થવા માટે આજે ડાયરેકટર કરણ જોહર સહિત અનેક સેલેબ્રિટી જૈસલમેર પહોંચી રહ્યાં છે. વર્ષ 2019માં કબીર સિંહ ફિલ્મમાં કિયારા સાથે કામ કરનાર અભિનેતા શાહિદ કપૂર પણ કરણ જોહર સાથે જૈસલમેર પહોંચ્યો હતો. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ તેમની સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

ફેમસ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા ગઈ કાલે કિયારા અડવાણી સાથે જૈસલમેર પહોંચ્યો હતો. શક્યતા છે કે તેઓ જ લગ્ન માટે મનિષ મલ્હોત્રા જ કિયારા અને સિદ્ધાર્થના કપડા તૈયાર કરશે.

લગ્ન માટે સ્વર્ણલેખા ગુપ્તા સહિતના મેકઅપ આર્ટિસ્ટ પણ જૈસલમેર પહોંચ્યા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નમાં વીડિયોગ્રાફી કરનાર વિશાલ પંજાબી પણ કિયારા-સિદ્ધાર્થના લગ્ન માટે જૈસલમેર પહોંચ્યો છે.

ગઈ કાલે મોડી સાંજે સિદ્ધાર્થ કપૂર સહિત તેનો પરિવાર લગ્ન માટે જૈસલમેર પહોંચ્યો હતો. કિયારા અને સિદ્ધાર્થના લગ્ન માટે અંબાણી પરિવાર, સલમાન ખાન, રોહિત શેટ્ટી સહિત અનેક સેલેબ્રિટી હાજર રહેશે.