AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rubina Dilaik Birthday : IAS ઓફિસર બનવા માંગતી હતી રૂબીના દિલૈક, પરીક્ષા દરમિયાન જ શો માટે થઈ હતી પસંદ

Rubina Dilaik અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં અવિનાશ સચદેવ સાથે ટીવી શો 'છોટી બહુ'થી કરી હતી. તે IAS ઓફિસર બનવા માંગતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 8:34 AM
Share
રૂબીના દિલૈક...એક અભિનેત્રી (Rubina Dilaik Birthday) જે ટીવીની 'છોટી બહુ'માં રાધિકા અને કલર્સ ટીવીની 'શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી'માં સૌમ્યા સિંહની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેણે વર્ષ 2020માં 'Bigg Boss 14'માં પણ ભાગ લીધો હતો અને શો જીતવામાં પણ સફળતા મેળવી હતી. આજે રૂબીનાનો જન્મદિવસ છે.

1 / 9
રૂબીના દિલૈક વર્ષ 2021માં તેની પ્રથમ ફિલ્મ 'અર્ધ' માટે પણ શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તે રાજપાલ યાદવ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પલાશ મુચ્છલના નિર્દેશનમાં બની હતી. તેણે પોતાની સુંદરતાના કારણે ઘણી બ્યુટી કોમ્પિટિશન જીતી છે. રૂબીના પાસે પોતાના નામની યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે મનોરંજક ગીતો અને વીડિયો શેર કરતી રહે છે. આ સાથે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે.

2 / 9
રૂબીના દિલૈકનો જન્મ 26 ઓગસ્ટ 1989ના રોજ હિમાચલ પ્રદેશના ખૂબ જ સુંદર શહેર શિમલામાં થયો હતો. તે એક મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરી હતી. તેમના પિતાનું નામ ગોપાલ દિલૈક છે, જેઓ એસ સર્વિસમેન છે. આ સાથે, તેઓ એક લેખક પણ છે. જેમણે હિન્દીમાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેની માતાનું નામ શકુંતલા દિલૈક છે અને તે ગૃહિણી છે.

3 / 9
રૂબીનાને ત્રણ બહેનો છે જેમાં તે સૌથી મોટી છે. તેની બે નાની બહેનોના નામ રોહિણી અને નયના છે. રૂબીનાની રુચિ શરૂઆતથી જ મોડલિંગ અને ડાન્સિંગમાં રહી છે. તેણે 2006માં મિસ શિમલા અને 2008માં મિસ નોર્થ ઈન્ડિયા પેજન્ટનો ખિતાબ જીત્યો હતો. જ્યારે તેણીના કોલેજકાળ દરમિયાન રૂબીના દિલૈક ડીબેટ કોમ્પિટિશનમાં નેશનલ લેવલની ચેમ્પિયન પણ રહી ચુકી છે.

4 / 9
રૂબીના દિલૈકે તેનું પ્રારંભિક શિક્ષણ શિમલા પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું, ત્યારબાદ તેણે શિમલાની સેન્ટ બેડે કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન રૂબીના દિલૈક અભિનવ શુક્લાને તેના મિત્રના ઘરે મળી હતી. રૂબીનાએ તે સમયે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને તેને સાડીમાં જોઈને અભિનવનું દિલ તેના પર આવી ગયું અને તે તેના પ્રેમમાં પડી ગયો.

5 / 9
પહેલી મીટિંગ પછી અભિનવે રૂબીનાના ફોટા પર કોમેન્ટ કરી અને તેને ફરીથી ફોટોશૂટ કરાવવા કહ્યું, જેના પર રૂબીનાએ ફરીથી ફોટોશૂટ કરાવ્યું. આ પછી બંનેની મુલાકાત વધતી ગઈ અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આખરે બંનેએ 21 જૂન 2018ના રોજ લગ્ન કરી લીધા.

6 / 9
રૂબીના દિલૈકના પતિ અભિનવ શુક્લા ટીવી એક્ટર અને મોડલ છે. અભિનવ શુક્લાએ વર્ષ 2007માં 'જર્સી નંબર 10'થી ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેણે વર્ષ 2008માં કલર્સ ટીવીના 'જાને ક્યા બાત હુઈ'માં શાંતનુની ભૂમિકા ભજવી હતી.

7 / 9
અભિનવ શુક્લા પહેલા રૂબીના દિલૈકનો પણ એક બોયફ્રેન્ડ હતો, જેનું નામ અવિનાશ સચદેવ હતું. તેમના પ્રેમની ચર્ચા આખી ટીવી ઈન્ડસ્ટ્રીમાં હતી. રૂબીના અને અવિનાશ શો 'છોટી બહુ'માં કામ દરમિયાન પહેલા જ પ્રેમમાં પડી ગયા હતા. અહીંથી મીડિયામાં બંનેના સમાચાર આવવા લાગ્યા.

8 / 9
રૂબીના દિલૈક અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં અવિનાશ સચદેવ સાથે ટીવી શો 'છોટી બહુ'થી કરી હતી. તે IAS ઓફિસર બનવા માંગતી હતી, પરંતુ પરીક્ષા દરમિયાન જ તેને 'છોટી બહુ'માં રાધિકા શાસ્ત્રીના રોલમાં પસંદ કરવામાં આવી હતી.

9 / 9
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">