2023નો છેલ્લો મહિનો બનશે ધમાકેદાર, OTT પર મની હાઈસ્ટ બર્લિન સહિત આ વેબ સીરિઝ થશે રિલીઝ
દર મહિનાની જેમ આ મહિને પણ ઘણી શક્તિશાળી અને વિસ્ફોટક વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર આવવાની છે. આ વખતે Netflix, Amazon Prime Video અને Disney Plus Hotstar પર ઘણી વેબ સિરીઝ રિલીઝ થશે. તો ચાલો જાણીએ કઇ સિરીઝ ક્યારે રિલીઝ થવાની છે.

ધ ફ્રીલાન્સર: ધ કંક્લૂઝન - શિરીષ થોરાટના પુસ્તક ‘અ ટિકિટ ટુ સીરિયા’ પર આધારિત ‘ધ ફ્રીલાન્સર’ વેબ સિરીઝનો બીજો ભાગ 15 ડિસેમ્બરથી ડિઝની + હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. 'સ્પેશિયલ 26' જેવી હિટ ફિલ્મો બનાવનાર નીરજ પાંડેએ આ સિરીઝનું નિર્માણ કર્યું છે. મોહિત રૈના અને અનુપમ ખેર ઉપરાંત, ધ ફ્રીલાન્સર ધ કન્ક્લુઝનમાં કાશ્મીરી પરદેશી, સુશાંત સિંઘ, જોન કોક્કેન, ગૌરી બાલાજી, નવનીત મલિક, મંજીરી ફડનીસ, સારાહ જેન ડાયસ અને બીજા ઘણા કલાકારો છે.

'BTS મોન્યુમેન્ટ: બિયોન્ડ ધ સ્ટાર' એ BTSની 10મી વર્ષગાંઠની ઉજવણી કરતી સિરીઝ છે. તે 20 ડિસેમ્બરે Disney+Hotstar પર રિલીઝ થશે. આ ડોક્યુમેન્ટરી સિરીઝમાં આઠ એપિસોડ હશે. આ સિરીઝ ના પ્રથમ બે એપિસોડ 20 નવેમ્બરના રોજ રિલીઝ થયા હતા.

મની હાઇસ્ટ: બર્લિન- પ્રખ્યાત વેબ સિરીઝ મની હાઇસ્ટને કોણ ભૂલી શકે? હવે આ સિરીઝના પાત્ર બર્લિન પર વેબ સિરીઝ 'મની હાઇસ્ટ : બર્લિન' આવી રહી છે. તે 29 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર પ્રસારિત થવા જઈ રહ્યું છે. પેડ્રો એલોન્સો એન્ડ્રેસ ડી ફોનોલોસા ઉર્ફે બર્લિન તરીકેની તેમની ભૂમિકાને ફરીથી રજૂ કરશે. મની હાઇસ્ટ: બર્લિનમાં મિશેલ જેનર, ટ્રિસ્તાન ઉલોઆ, બેગોના વર્ગાસ, જુલિયો પેના ફર્નાન્ડીઝ અને જોએલ સાંચેઝ પણ હશે. આ સિરીઝનું નિર્દેશન આલ્બર્ટ પિન્ટો, ડેવિડ બેરોકલ અને જ્યોફ્રી કાઉપર દ્વારા કરવામાં આવ્યું છે.

Netflix સિરીઝ The Crown નો ભાગ 2 આવવાનો છે. આ સિઝનમાં ક્વીન એલિઝાબેથ II તરીકે ઇમેલ્ડા સ્ટૉન્ટન, પ્રિન્સેસ ડાયના તરીકે એલિઝાબેથ ડેબિકી, પ્રિન્સ વિલિયમ તરીકે એડ મેકવી, પ્રિન્સ હેરી તરીકે લ્યુથર ફોર્ડ, કેટ મિડલટન તરીકે મેગ બેલામી અને જોનાથન પ્રાઇસ દેખાશે. તેનો ભાગ 1 ગયા મહિને 16 નવેમ્બરે આવ્યો હતો.

માઈ લાઈફ વિદ ધ વોલ્ટર બોયઝ એક કોરિયાઈ હોરર થ્રિલર વેબ સિરીઝ છે. તેની પહેલી સિઝનને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર તેની બીજી સિઝન રિલીઝ થશે. તેમાં 15 વર્ષના જેકી હોવર્ડની કહાણી જેને એક દુર્ઘટનામાં પોતાનો પરિવાર ગુમાવો પડે છે.

ગિપ્પી ગ્રેવાલ, પરમવીર સિંહ ચીમા, મનોજ પાહવા, મોહિત મલિક, ઈશા તલવાર, મુકેશ છાબરા, પ્રિન્સ કંવલજીત સિંહ, સુવિંદર (વિકી) પાલ અને આકાસા સિંહ મ્યુઝિકલ થ્રિલર વેબ સિરીઝ 'ચમક'માં જોવા મળશે. ચમકની વાર્તા કેનેડાના યુવા કલાકાર કાલાની વાર્તા દર્શાવે છે. જેમને તેનું ભાગ્ય તેના પિતાના મૃત્યુનો બદલો લેવા પંજાબ લાવે છે. આ સીરિઝ સોની લિવ પર 7મી ડિસેમ્બરે રિલીઝ થશે.