8મા ધોરણમાં કારકિર્દીની શરૂઆત કરી, એક ટીવી સિરીયલે બનાવી દીધી સ્ટાર
હેલી શાહનો જન્મ 7 જાન્યુઆરી 1996ના રોજ થયો હતો. તે અમદાવાદની રહેવાસી અને શાકાહારી છે. તેની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસના શો ગુલાલથી થઈ હતી. હેલી શાહ વત્સલ શેઠ સાથે આગામી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.

હેલી શાહે આઠમા ધોરણમાં ભણતી વખતે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે પહેલી વાર સ્ટાર પ્લસના શો ગુલાલમાં નીલ ભટ્ટ સાથે જોવા મળી હતી. જોકે, તેમને ટીવી જગતમાં ઓળખ કલર્સના શો સ્વરાગિનીથી મળી હતી.

હેલી શાહ એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેમણે 2010માં ટલ્લીની ભૂમિકા ભજવીને ઝિંદગી કા હર રંગ...ગુલાલ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તેણી સ્વરાગિનીમાં સ્વરા બોઝ મહેશ્વરી અને દેવાંશીમાં દેવાંશી બક્ષીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.

અભિનેત્રી હેલી શાહના પરિવાર અને તેના કરિયર વિશે રસપ્રદ વાતો જાણીએ

માર્ચ 2015 થી ડિસેમ્બર 2016 સુધી શાહે સ્વરાગિનીમાં સ્વરા મહેશ્વરીની ભૂમિકા ભજવી હતી.2016માં, હેલી શાહે કલર્સ ટીવીના ઝલક દિખલા જા (સીઝન 9) માં ભાગ લીધો હતો. 2017માં, તેણીએ દેવાંશીમાં દેવાંશી ઉપાધ્યાય/બક્ષીની ભૂમિકા ભજવી હતી.

2019માં સ્ટાર ભારતની સુફિયાના પ્યાર મેરામાં સલ્તનત શાહ અને કાયનાત શાહની ડબલ ભૂમિકા ભજવી હતી. સ્ટાર પ્લસની યે રિશ્તે હૈ પ્યાર કેમાં નેહા તરીકે જોવા મળી હતી.

ઇશ્ક મેં મરજાવાં 2 માં રિદ્ધિમા રાયસિંગહાનિયાની ભૂમિકા ભજવી હતી, જે 13 જુલાઈ 2020 થી 13 માર્ચ 2021 દરમિયાન કલર્સ ટીવી પર પ્રસારિત થઈ હતી,શો બંધ થયા પછી, 15 માર્ચથી વૂટ સિલેક્ટ પર ઇશ્ક મેં મરજાવાં 2: નયા સફર નામની નવી સીઝન સ્ટ્રીમ થવા લાગી, જેમાં શાહે રિદ્ધિમાનું પાત્ર ફરી રજૂ કર્યું.

18 મે 2022ના રોજ કાન્સ રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું. અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લોરિયલ પેરિસ માટે રેડ કાર્પેટ પર પણ વોક કર્યું, જે ઇવેન્ટ સ્પોન્સર્સ લોરિયલ પેરિસ માટે વોક કરનારી પ્રથમ ભારતીય ટેલિવિઝન અભિનેત્રી હતી.

હેલી શાહ વત્સલ શેઠ સાથે આગામી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.માર્ચ 2025થી, તે કલર્સ ટીવીમાં શહેઝાદ શેખની સામે કાજલ ઠક્કરની ભૂમિકા ભજવી રહી છે.

એક્ટ્રેસ હેલી શાહે તેના કરિયરની શરુઆત ટીવી સિરીયલથી કરી હતી. હેલી શાહે આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી ચૂકી છે.

હેલી શાહનો ચાહક વર્ગ ખુબ જ મોટો છે. ચાહકો પણ હેલી શાહને ખુબ સપોર્ટ કરે છે.

હેલી શાહ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના સુંદર ફોટો પર પોસ્ટ કરતી રહે છે.

ટીવી એક્ટ્રેસ હેલી શાહને કોઈ પરિચયની જરૂર નથી. હેલી નાના પડદાની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક છે.હેલી શાહ તેની સ્ટાઈલના કારણે લાઈમલાઈટમાં રહે છે.

હેલીની સ્ટાઈલની ક્યૂટનેસ જોઈને લોકો દીવાના બન્યા છે. એક્ટ્રેસની દરેક એક્ટિંગ ખૂબ જ ખાસ હોય છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
