Bollywood Real Couple: આ ફિલ્મોએ બોલિવુડ કપલને બનાવ્યા લાઈફ પાર્ટનર, જુઓ કોણ છે આ લિસ્ટમાં સામેલ
બોલિવૂડના ઘણા એવા કપલ્સ (Bollywood Real Couple) છે જેઓ ફિલ્મ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. ઘણી જોડી એવી હતી કે તેઓ થોડા સમય પછી અલગ થઈ ગયા, જ્યારે ઘણાએ હંમેશા માટે એકબીજા સાથે રહ્યા.

ઉમરાવ જાન - અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની લવસ્ટોરી ફિલ્મ ઉમરાવ જાનથી શરૂ થઈ હતી. બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી છે અને આજે પણ બંને સાથે છે.

શેરશાહ - સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ શેરશાહ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જે બાદ બંનેએ 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કરી લીધા હતા.

અલોન - બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે હાલમાં જ પુત્રી દેવીનું સ્વાગત કર્યું છે. અલોન ફિલ્મ પછી કપલે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

રામલીલા - બોલિવૂડનું પાવરફુલ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મ રામલીલા દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

તુઝે મેરી કસમ - ફિલ્મ તુઝે મેરી કસમ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ રિતેશ અને જેનેલિયાની લવસ્ટોરી આ ફિલ્મથી શરૂ થઈ હતી.

જંજીર - ફિલ્મ જંજીર દરમિયાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ફિલ્મની સફળતા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

ઉરી - ડાયરેક્ટર આદિત્ય ધર અને યામી ગૌતમની લવ સ્ટોરી ફિલ્મ ઉરીના પ્રમોશન દરમિયાન શરૂ થઈ હતી. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.