45 વર્ષની ઉંમરે બોલિવુડ અભિનેત્રીએ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
બોલિવૂડ ફિલ્મ રોકસ્ટારથી પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી નરગીસ ફખરીએ લગ્ન કર્યા છે. જોકે, નરગીસે હજુ સુધી તેનો ખુલાસો કર્યો નથી. પરંતુ તેમના લગ્નના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

બોલિવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ રણબીર કપૂરની સાથે પોતાની ફિલ્મ રોકસ્ટારથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. પહેલી જ ફિલ્મથી સ્ટાર બનેલી નરગિસના પાત્ર હીરને ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો હતો. આ સાથે તેમણે મદ્રાસ કેફે,મે તેરા હીરોમાં પણ કામ કર્યું હતુ. હાલમાં તો અભિનેત્રી ફિલ્મી દુનિયાથી દુર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, નરગીસ ફખરીએ ચુપચાપ કાશ્મીરના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. હવે બંન્નેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં અભિનેત્રી પણ જોવા મળી રહી છે.

તાજેતરમાં, એક યુઝરે લોસ એન્જલસમાં નરગીસ ફખરીના ગુપ્ત લગ્નના ફોટો શેર કર્યા હતા. જે તેના કેટલાક નજીકના સંબંધીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નરગીસ ફખરી હાલમાં હનીમૂન મનાવી રહી છે.

પોસ્ટ મુજબ નરગીસ અને ટોનીના લગ્ન લૉસ એન્જલિસના બેવર્લી હિલ્સ સ્થિત ફોર સીઝન્સ હોટલમાં થયા હતા.રિપોર્ટ મુજબ ટોની બેગ લોસ એન્જલસમાં સ્થાયી થયો છે. લગ્ન બાદ નરગીસે સ્વિઝરલેન્ડ રજાઓ માણતી જોવા મળી હતી.

નરગિસે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ટોની બેગ સાથે ચુપચાપ લગ્ન કરી લીધા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો નરગીસ ફખરીને અભિનંદન આપી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન લોસ એન્જલસમાં થયા હતા. એક ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. નરગીસના પતિ કાશ્મીરના છે.
ફિલ્મ 'રોકસ્ટાર'માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીના પરિવાર વિશે જાણવા માટે અહી ક્લિક કરો
