વિલન બની જીત્યું ચાહકોનું દિલ, નેટવર્થ મામલે સ્ટારને આપે છે મોટી ટકકર, જુઓ ફોટો
બોલિવુડમાં એક એવો અભિનેતા છે. જેમણે ટીવીથી પોતાના કરિયરની શરુઆત કરી હતી અને હવે તે ઈન્ડસ્ટ્રીમાં છવાયો છે. આજે નેટવર્થ મામલે અભિનેતા મોટા સ્ટારને ટકકર આપે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ એવા અભિનેતા છે.જેમણે સ્કીન પર પોઝિટિવ અને નેગેટિવ બંન્ને પાત્ર નિભાવ્યા છે. તેમાંથી એક આ એક એવો અભિનેતા છે. જેમને ચાહકોએ વિલનના રુપમાં વધારે પસંદ કર્યા છે. આજે પોતાની એક્ટિંગથી સાબિત કરી દીધું કે, તે કોઈથી ઓછો નથી.

સ્ક્રીન પર પોઝિટિવ અને નેગેટિવ પાત્રમાં તેમણે ચાહકોનું દિલ જીત્યું છે.સુરભિએ રેણુકા શહાણે અને સિદ્ધાર્થ કાક દ્વારા હોસ્ટ કરાયેલ એક ભારતીય સાંસ્કૃતિક મેગેઝિન શો હતો, જે 1990 થી 2001 સુધી ચાલ્યો હતો. તે ટેલિવિઝન ચેનલ દૂરદર્શન પર પ્રસારિત થયો હતો.આ એક ઈન્ડિયન કલ્ચર શો હતો.ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્રેક્ષકોનો પ્રતિસાદ મેળવવા માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે

તેમજ વિક્કી કૌશલની ફિલ્મ છાવામાં તેમણે મહત્વનું પાત્ર નિભાવ્યું હતુ. જેના માટે તેના વખાણ કરવામાં આવી રહ્યા છે. આ અભિનેતાનું નામ છે આશુતોષ રાણા.

આશુતોષ રાણા 10 નવેમ્બરના રોજ 58મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો ચાલો આશુતોષ રાણાના જન્મદિવસ પર તેમની નેટવર્થ વિશે વાત કરીએ.મધ્યપ્રેદશમાં જન્મેલા આશુતોષ રાણાએ બોલિવુડમાં પોતાના કરિયરની શરુઆત દુશ્મન ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં આશુતોષ રાણાએ નેગેટિવ પાત્ર નિભાવ્યું હતુ.

સાઈકો કિલરના પાત્રમાં આશુતોષ ઓડિયન્સના દિલમાં છવાયો હતો. દુશ્મન બાદ આશુતોષ સંધર્ષ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જેમાં તે નેગેટિવ પાત્રમાં જોવા મળ્યો હતો. આશુતોષને આ ફિલ્મો માટે 2 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. તેમજ વિક્કી કૌશલની ફિલ્મ છાવા માટે પોઝિટિવ પાત્રએ ચાહકોના દિલ જીતી લીધા હતા.

આશુતોષ રાણા નેટવર્થ મામલે અનેક મોટા સ્ટારને ટકકર આપે છે. એક રિપોર્ટ મુજબ આશુતોષ રાણા 46 કરોડની સંપત્તિનો માલિક છે. તે ફિલ્મો, જાહેરાતથી મોટી કમાણી કરે છે. તેની પાસે અનેક મોંઘી લક્ઝરી કાર પણ છે. આશુતોષ રાણાએ અભિનેત્રી રેણુકા શહાણે સાથે લગ્ન કર્યા છે.
આશુતોષ રાણા પરિવાર, એક એવો અભિનેતા જે અનેક ફિલ્મોમાં હિરો પર ભારે પડ્યો છે, તેને વિલનના પાત્રમાં ચાહકો ખુબ પસંદ કરે છે. અહી ક્લિક કરો
