3 દિવસનું સેલિબ્રેશન, 1000 મહેમાનો, પીરસવામાં આવશે 2500 પ્રકારની વાનગી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગની ટોક ઓફ ધ ટાઉન બની છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાય જશે. તેમની પ્રી-વેડિંગ પાર્ટી 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે. મહેમાનોને તેમનો મનપસંદ ખોરાક અને ડાયટમાં અવોઈડ ખોરાક વિશે પૂછવામાં આવ્યું છે. જેથી ફૂડ મેનુમાં તેમની પસંદગીનું ધ્યાન રાખી શકાય.

| Updated on: Mar 01, 2024 | 1:58 PM
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્નની તૈયારીઓ જોરદારથી ચાલી રહી છે. ટૂંક સમયમાં તે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં 1-3 માર્ચના રોજ કપલની પ્રી-વેડિંગ બેશ યોજાવા જઈ રહી છે. આ સેરેમનીમાં ભારત અને વિદેશમાંથી લગભગ 1000 લોકો ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય નેતાઓ અને હસ્તીઓ અનંત-રાધિકાને આશીર્વાદ આપશે. આ ગ્રાન્ડ વેડિંગનું ફૂડ મેનુ પણ ખાસ બનવાનું છે.

1 / 5
હોસ્પિટાલિટી ટીમના જણાવ્યા મુજબ ભોજનને લઈને મહેમાનોની પસંદગીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમના ડાયટમાં જે વસ્તુઓ ટાળવી જોઈએ તે ટાળવામાં આવશે. તેથી લગ્ન પહેલાના સેવિબ્રેશનમાં હાજરી આપનાર તમામ મહેમાનોની ટીમ પાસેથી તેમના ખોરાકની પસંદગી વિશે માહિતી માંગવામાં આવી છે. દરેક મહેમાનના ડાયટની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.

2 / 5
રિપોર્ટ મુજબ પ્રી-વેડિંગ બેશ માટે ઈન્દોરના લગભગ 25 શેફની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઈવેન્ટમાં ઈન્દોરી ફૂડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સિવાય પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેન એશિયા પેલેટ પર ફોકસ રહેશે. ત્રણ દિવસ સુધી મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને મીડનાઈટ સ્નેક્સનો સમાવેશ થશે.

3 / 5
મળતી માહિતી મુજબ બ્રેકફાસ્ટના મેનૂમાં 70 વિકલ્પો હશે. લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારની ફુડ આઈટમ મહેમાનોને પીરસવામાં આવશે. ફંક્શનમાં કોઈ પણ ડિશને રિપીટ કરવામાં આવશે નહીં. વેગન ખાનારાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીની મજા માણી રહેલા મહેમાનો માટે મીડનાઈટ સ્નેક્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

4 / 5
અનંત-રાધિકાએ જાન્યુઆરી 2023માં સગાઈ કરી હતી. ગેસ્ટ લિસ્ટમાં વિવિધ ક્ષેત્રના મોટા નામોને આમંત્રિત કરવામાં આવ્યા છે. માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત આ સેલિબ્રેશનમાં હાજરી આપશે તેવી ચર્ચા છે. રિહાના, અરિજીત સિંહ અને દિલજીત દોસાંઝ પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">