Adnan Sami Photos: અદનાન સામીએ કર્યા છે 4 લગ્ન, જુઓ તેની પત્નીની સુંદર તસવીરો
Adnan Sami Photos: અદનાન સામી (Adnan Sami) પોતાના પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચાનો ભાગ રહ્યો છે. સિંગરે ચાર લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન માત્ર 2 વર્ષ જ ટકી શક્યા.

અદનાન સામી બેસ્ટ સિંગરમાંથી એક છે. તેઓ તેમના ઉત્તમ ગીતો અને પિયાનો વગાડવાની કળા માટે જાણીતા છે. પરંતુ તમને જણાવી દઈએ કે સામી પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચાનો ભાગ રહ્યો છે. સિંગરે ચાર લગ્ન કર્યા છે. (Image: Social Media)

તમને જણાવી દઈએ કે અદનાન સામીના પહેલા લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા. તેને 1993માં ઝેબા બખ્તિયાર સાથે લગ્ન કર્યા હતા. અદનાન અને ઝેબાને એક પુત્ર પણ છે. પુત્રનું નામ અજાન ખાન છે. સિંગરે લગ્નના ત્રણ વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી હતી. (Image: Social Media)

જે બાદ 2001માં સામીએ દુબઈની સબા ગલદારી સાથે લગ્ન કર્યા હતા. અદનાન સામી અને સબાના આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. લગ્નના લગભગ દોઢ વર્ષ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને અદનાન સામી ફરીથી સિંગલ થઈ ગયો. જે બાદ અદનાને 2008માં ફરી સબા સાથે લગ્ન કર્યા હતા. સબા મુંબઈ આવી ગઈ હતી, ત્યારપછી બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને ફરીથી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. પરંતુ આ વખતે પણ બંને એક વર્ષ પછી અલગ થઈ ગયા. (Image: Social Media)

વર્ષ 2010માં અદનાન સામીએ રોયા ખાન સાથે લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ રોયા એક રિટાયર્ડ ડિપ્લોમેટ અને આર્મી જનરલની પુત્રી છે. રોયા અને અદનાન 2010માં મળ્યા હતા, ત્યારબાદ સામીએ તેને પ્રપોઝ કર્યું હતું. લગ્નના થોડા વર્ષો પછી, તેઓને એક પુત્રી છે. જેનું નામ મેડિના સામી ખાન છે. (Image: Social Media)

તમને જણાવી દઈએ કે અદનાન સામીએ તાજેતરમાં વજન ઘટાડ્યું છે. તેને આ વિશે કહ્યું હતું કે તેનું વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી છે. જો તેણે આમ ન કર્યું હોત તો તે તેના માટે જીવલેણ બની શકે તેમ હતું. (Image: Social Media)