Actresses Who Flaunts Abs: તાપસી પન્નુએ ફ્લોન્ટ કર્યા સિક્સ પેક, આ એક્ટ્રેસના એબ્સ જોઈને થઈ જશો હેરાન
Bollywood Actresses Fitness Freak: માત્ર તાપસી પન્નુ (Taapsee Pannu) જ નહીં, ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી એક્ટ્રેસ છે જે પોતાની ફિટનેસ માટે ફેમસ છે. આ લિસ્ટમાં દિશા પટણીથી લઈને નિક્કી તંબોલી અને મંદિરા બેદીના નામ પણ સામેલ છે. આવો જાણીએ આ એક્ટ્રેસ કોણ છે?

તાપસી પન્નુ: તાપસી પન્નુએ હાલમાં તેના સિક્સ પેક એબ્સ લુક શેયર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

ભૂમિ પેડનેકર : ભૂમિ પેડનેકરે ફિલ્મ દમ લગા કે હઈશાથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેને જોઈને કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આ એક્ટ્રેસ ક્યારેય આટલી પાતળી હશે. પરંતુ હવે ભૂમિનું ગજબ ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હેરાન થઈ ગયા છે.

નિક્કી તંબોલી : 26 વર્ષની સાઉથ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ પોતાની ફિટનેસથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. તે પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. નિક્કી સોશિયલ મીડિયા પર તેના એબ્સને ફ્લોન્ટ કરતી રહે છે.

મંદિરા બેદી : બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદીએ પણ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી ધૂમ મચાવી છે. હાલમાં તમે તેને ક્રિકેટ કોમેન્ટ્રી કરતા જોશો. 50 વર્ષની ઉંમરે ફિટનેસ ફ્રીક મંદિરા સોશિયલ મીડિયા પર તેની તસવીરોથી લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે.

દિશા પટની : બોલિવુડ એક્ટ્રેસ દિશા પટની પોતાના જબરજસ્ત ફિગરને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ તેના પરફેક્ટ ફિગરથી લોકોને દિવાના બનાવે છે.

મૌની રોય : મૌની ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ સાથે જ તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ તેની ઈન્સપાયર થાય છે.

મલાઈકા અરોરા : લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ગ્લેમર જાળવી રાખનાર એક્ટ્રેસ મલાઈકા અરોરા પણ એક મોટી ફિટનેસ ફ્રીક છે. 49 વર્ષની મલાઈકા તેની ફિટનેસથી લોકોને હેરાન કરી દે છે.