Gujarati News » Photo gallery » Birds are laying their eggs up to four weeks earlier than a century ago due climate change says study
Knowledge: પક્ષીઓ પર હવામાન પરિવર્તનની આઘાતજનક અસર, હવે સમય કરતાં 4 અઠવાડિયા વહેલા મૂકે છે ઈંડા
હવે પક્ષીઓ (Birds) સમય કરતાં 4 અઠવાડિયા વહેલાં ઈંડાં મૂકે છે. શિકાગોના ફિલ્ડ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. જોન બેટ્સ કહે છે કે ઈંડાં એકઠાં કરવા એ પક્ષીઓને સમજવાનું એક સાધન રહ્યું છે. તેમની મદદથી પક્ષીઓ વિશે ઘણી મહત્વની બાબતો જાણવા મળી છે.
આબોહવા પરિવર્તનના (Climate Change) કારણે પક્ષીઓમાં જોવા મળતો ફેરફાર ચોંકાવનારો છે. હવે પક્ષીઓ (Birds) સમય કરતાં 4 અઠવાડિયા વહેલાં ઈંડાં મૂકે છે. સંશોધકોએ આ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવ્યું છે. સંશોધકોએ હાલમાં હમીંગબર્ડ ઇંડાની સરખામણી 100 વર્ષથી વધુ જૂના લેબમાં રાખવામાં આવેલા ઇંડા સાથે કરી છે. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ સંશોધન શિકાગોના (Chicago) ફિલ્ડ મ્યુઝિયમના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે.
1 / 5
શિકાગોના ફિલ્ડ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. જોન બેટ્સ કહે છે કે, ઈંડાં એકઠાં કરવા એ પક્ષીઓને સમજવાનું એક સાધન રહ્યું છે. તેમની મદદથી પક્ષીઓ વિશે ઘણી મહત્વની બાબતો જાણવા મળી છે. રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે, શિકાગોના પક્ષીઓ 25 દિવસ પહેલા જ ઈંડા આપી દે છે. લગભગ ત્રીજા ભાગના પક્ષીઓમાં આ વલણ જોવા મળ્યું છે.
2 / 5
સંશોધકોનું કહેવું છે કે, 120 વર્ષ પહેલા પક્ષીઓના ઈંડા મૂકવાનો સમય લગભગ 1 મહિનો ઘટી ગયો છે. આ સમજવા માટે, સંશોધકોએ યુકેના ઓક્સફોર્ડશાયરમાં 60 વર્ષ સુધી 13,000 પક્ષીઓના ટ્રેકિંગના ડેટાનો ઉપયોગ કર્યો. તેમનામાં જોવા મળેલા ફેરફારને ક્લાઈમેટ ચેન્જને આભારી હતો.
3 / 5
સંશોધકોએ આબોહવા પરિવર્તનની અસરને સમજવા માટે બે ડેટાનો ઉપયોગ કર્યો. પ્રથમ આંકડા 1880થી 1920 સુધીના હતા. બીજો 1990 અને 2015 ની વચ્ચે હતો. આ બંને ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે પક્ષીઓમાં ઈંડા મૂકવાનો સમયગાળો ઘટી ગયો છે.
4 / 5
ડેઈલીમેલના રિપોર્ટમાં સંશોધકોનું કહેવું છે કે, વિશ્વભરમાં તાપમાન અને કાર્બન-ડાયોક્સાઈડ વાયુનું સ્તર વધી રહ્યું છે. પક્ષીઓમાં જોવા મળતા આ પરિવર્તનનું કારણ આ બંને પરિબળો હોઈ શકે છે. (Edited By-Meera Kansagara)