પેન્શનધારકો ધ્યાન રાખજો ! ઓનલાઈન ‘Life Certificate’ કેવી રીતે સબમિટ કરવું ? જો આ નહીં ખબર હોય તો અટકી જશે ‘પેન્શન’
'Life Certificate' સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2025 છે. જો તમે 30 નવેમ્બર પહેલા આ અગત્યનું કામ પૂર્ણ નહીં કરો, તો તમારું પેન્શન અટકી શકે છે.

રિટાયરમેન્ટ પછી 'પેન્શન' એ વરિષ્ઠ નાગરિકો માટે આવકનું એક મુખ્ય સ્ત્રોત છે. એવામાં, જો તેઓ નિયમિત પેન્શન ઇચ્છતા હોય, તો તેમણે દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડે છે. જણાવી દઈએ કે, જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2025 છે.

બીજું કે, આ જીવન પ્રમાણપત્ર (Life Certificate) ની પ્રોસેસ 1 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. જો તમે સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરી શક્યા, તો તમારું પેન્શન અટકી શકે છે અથવા તો તે મળવામાં વાર લાગી શકે છે. જો કે, જીવન પ્રમાણપત્ર તમે ઓનલાઈન પણ સબમિટ કરી શકો છો.

સીનિયર સિટીઝન તેમનું જીવન પ્રમાણપત્ર (Life Certificate) કાં તો બેંકની મુલાકાત લઈને, પોસ્ટ ઓફિસના માધ્યમથી અથવા તો કોઈ અધિકૃત (Authorized) પેન્શન એજન્સી દ્વારા સબમિટ કરી શકે છે. આ સિવાય જીવન પ્રમાણપત્ર ઓનલાઈન પણ સબમિટ કરી શકાય છે.

ઘણા વરિષ્ઠ નાગરિકો તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે મુસાફરી કરી શકતા નથી. જો કે, આ નાગરિકો હવે ઓનલાઈન ઘરે બેઠા પણ આ કામ કરી શકે છે. જીવન પ્રમાણપત્ર ઓનલાઈન સબમિટ કરવાની બે રીતો છે. આમાં 'ફેસ ઓથેન્ટિકેશન' અને 'આધાર બેઝ્ડ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ'નો સમાવેશ થાય છે.

ફેસ વેરિફિકેશન દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ખૂબ જ સરળ છે. જો તમે પણ ફેસ વેરિફિકેશન પ્રોસેસ દ્વારા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માંગતા હોવ, તો સૌથી પહેલા તમારા મોબાઇલ ફોન પર 'જીવન પ્રમાણપત્ર' એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ પછી, તમારી બધી વ્યક્તિગત વિગતો, જેમ કે મોબાઇલ નંબર, આધાર નંબર-ઇમેઇલ ID, જીવન પ્રમાણપત્ર એપ્લિકેશનમાં દાખલ કરો.

હવે આગળ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ એડ્રેસ પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો. OTP વેરિફિકેશન પછી એપ્લિકેશન પર 'ફેસ સ્કેન' ઓપ્શન દેખાશે, જ્યાં તમારે "હા" પર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ "I Am Aware" પર ક્લિક કરતાં જ સ્કેન શરૂ થઈ જશે.

બસ આટલી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી તમારું જીવન પ્રમાણપત્ર તમારા PPO નંબર (Pension Payment Order) અને ID સાથે સબમિટ કરવામાં આવશે.

નોંધનીય છે કે, તમે આધાર વેરિફિકેશન દ્વારા પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો. જો તમે આધાર દ્વારા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માંગતા હોવ, તો તમારે સત્તાવાર વેબસાઇટ www.jeevanpramaan.gov.in ની મુલાકાત લેવી પડશે અને ત્યાંથી 'ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ' એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.

હવે તમે તમારી બધી વ્યક્તિગત માહિતી (આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર) દાખલ કરો. આટલું કર્યા બાદ તમારે બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે, જે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર, સરકારી ઓફિસ અથવા બેંક શાખામાં કરી શકો છો.

જો વ્યક્તિ પહેલાથી જ સિસ્ટમમાં રજીસ્ટર્ડ હોય, તો તેણે ફક્ત તેનો આધાર નંબર આપવો પડશે અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અપડેટ થઈ જશે. એકવાર ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ થઈ જાય પછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક યુનિટ ID કોડ પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ તમે 'જીવન પ્રમાણપત્ર' ડાઉનલોડ કરવા માટે કરી શકો છો.
આ પણ વાંચો: Business Idea: ₹3,00,000 સુધીની કમાણી ! ‘બ્યુટી પાર્લર’નો વ્યવસાય રૂપિયા છાપવાનું મશીન બનશે, મજબૂત નફો કમાશો
કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ એ નિવૃતિ સમયે એક બચત સ્વરૂપ હોય છે. પ્રોવિડન્ટ ફંડ અંગેના વધુ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
