Tips & Tricks : પૈસા ખર્ચ્યા વિના રેફ્રિજરેટરની સર્વિસ કેવી રીતે કરવી ? આ 5 ટિપ્સ ફોલો કરો, કૂલિંગ ટિપટોપ થઈ જશે
શું તમારું ફ્રિજ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું? શું તેમાં કૂલિંગ સરખું નથી રહ્યું? જો હા, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે આ 5 ટિપ્સને ફોલો કરીને ફ્રિજનું કૂલિંગ વધુ સારું કરી શકો છો.

શું તમારું રેફ્રિજરેટર પહેલાની જેમ બરોબર કૂલિંગ નથી આપી રહ્યું? જો હા, તો તમે એમ વિચારી રહ્યા હશો કે કદાચ ફ્રિજની બ્રાન્ડ ખરાબ છે અથવા તો રેફ્રિજરેટર જૂનું થઈ ગયું છે.

હવે જો આપણે કહીએ કે, ઓછી કૂલિંગનું કારણ કંઈક બીજું હોય તો? હા, કેટલીકવાર રેગ્યુલર મેન્ટેનન્સ જાળવી ન રાખતા રેફ્રિજરેટરનું કૂલિંગ ઘણું ઓછું થઈ જાય છે.

દરેક ઘરોમાં ફ્રિજ જોવા મળે છે, જે દિવસ-રાત ચાલુ હોય છે. હવે જો ફ્રિજની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે ધીમે ધીમે તેની ક્ષમતા ગુમાવવાનું શરૂ કરી દે છે. એવામાં ચાલો જાણીએ, એવી 5 ટિપ્સ વિશે કે જે તમારા રેફ્રિજરેટરનું કૂલિંગ તો જ વધારશે પરંતુ તેની સાથે સાથે ફ્રિજની ક્ષમતામાં પણ વધારો કરાવશે.

કૂલિંગ કોઇલ સાફ કરો : રેફ્રિજરેટરની પાછળ એક કાળી જાળી હોય છે, તેને કૂલિંગ કોઇલ કહેવામાં આવે છે. સમય જતાં તેના પર ધૂળ જમા થાય છે, જેના કારણે કોમ્પ્રેસર પર દબાણ વધે છે. આથી સમયાંતરે તેને સાફ કરતા રહો. રેફ્રિજરેટરને સાફ કરતી વખતે તેને અનપ્લગ કરવાનું ભૂલશો નહીં. આ માટે, તમે બ્રશ અથવા કાપડનો ઉપયોગ કરી શકો છો અને જાળી પર જમા થયેલી ધૂળને સરળતાથી દૂર કરી શકો છો. આનાથી રેફ્રિજરેટરની કૂલિંગ ક્ષમતામાં વધારો થશે અને વીજ વપરાશમાં પણ ઘટાડો જોવા મળશે.

ગાસ્કેટ સાફ કરો : રેફ્રિજરેટરના દરવાજાની આસપાસના રબર સીલિંગને ગાસ્કેટ કહેવામાં આવે છે. ક્યારેક તેના પર ગંદકી જમા થઈ જાય છે, જેના કારણે રેફ્રિજરેટર યોગ્ય રીતે બંધ થતું નથી અને ઠંડી હવા સતત બહાર આવતી રહે છે. આથી, સમયાંતરે તેને ભીના કપડાથી સાફ કરતા રહો. આનાથી રેફ્રિજરેટરનું કૂલિંગ વધુ સારું રહેશે અને વીજળીમાં પણ બચત થશે.

ફ્રીજને 1 દિવસ માટે આરામ આપો : મશીનોને આરામ આપવો ખૂબ જ જરૂરી છે. દર 6 મહિને રેફ્રિજરેટરને બંધ કરો અને તેનો દરવાજો ખુલ્લો રાખો. આનાથી અંદરનો બરફ ઓગળી જશે. ગેસનું દબાણ પણ સંતુલિત રહેશે અને રેફ્રિજરેટર રીસેટ થઈ ગયું હોય તેવું લાગશે. આનાથી રેફ્રિજરેટરના કૂલિંગમાં પણ સુધારો જોવા મળશે.

ફ્રીઝરમાં વધારે સામાન ન ભરો : કેટલાક લોકો રેફ્રિજરેટરમાં જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ ભરી દે છે, જે એરફ્લોને અવરોધે છે. જણાવી દઈએ કે, આની કૂલિંગ પર ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે તમારું રેફ્રિજરેટર લાંબા સમય સુધી સારી રીતે કામ કરે, તો તેમાં વસ્તુઓ સંતુલિત રીતે રાખો.

ટેમ્પરેચર કંટ્રોલ : રેફ્રિજરેટરનું ટેમ્પરેચર ઋતુ પ્રમાણે બદલાતું રહેવું જોઈએ. દરેક ઋતુમાં એકસરખું તાપમાન રાખવું એ રેફ્રિજરેટર માટે ખરાબ સંકેત દર્શાવે છે. ઉનાળામાં તાપમાન થોડું વધારે અને શિયાળામાં થોડું ઓછું રાખો. આનાથી રેફ્રિજરેટર પર વધારે લોડ નહીં પડે અને વીજળીનું બિલ પણ તમારા પર બોજ નહીં બને.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
