ગુજરાતીઓ પાસે છે ‘ ગુજરાતની ઝાંખી’ને વિજેતા બનાવવાની તક, જાણો કઈ રીતે કયાં કરી શકશો વોટિંગ ?
Republic Day 2023 : દિલ્હીના કર્તવ્ય પથ પરથી આજે 23 જેટલી ઝાંખીઓ પસાર થઈ હતી. આ 23માંથી 17 ઝાંખી ગુજરાત સહિતના રાજ્યોની હતી. દેશવાસીઓને આ ઝાંખીમાંથી કઈ ઝાંખી સૌથી વધારે પસંદ આવીને તેના માટેનું વોટિંગ હાલમાં શરુ થયું છે.

પ્રજાસતાક દિન 2023ની પરેડમાં ગુજરાતની ઝાંખી પણ શાનદાર રીત રજૂ થઈ હતી. ગુજરાત સહિત 17 રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પરથી પસાર થઈ હતી.

''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' ની થીમ પર ગુજરાતની આ શાનદાર ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીની આસપાસ કલાકારો ગરબા રમતા જોવા મળ્યા હતા. ગુજરાતીઓ પાસે આ ઝાંખીને શ્રેષ્ઠ ઝાંખીની રેસમાં વિજેતા બનાવવાની તક છે.

છેલ્લા ઘણા સમયથી સરકાર પરેડમાં જોવા મળેલી ઝાંખીઓ માટે વોટિંગની વ્યવસ્થા કરી રહી છે. જેથી દર વર્ષે ઝાંખી બનાવનારાઓમાં ઉત્સાહ રહે અને જનતાનો મત પણ જાણી શકાય. આ વોટિંગ પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

સૌ પ્રથમ www.mygov.in વેબસાઈટ પર જાઓ. group poll વિભાગમાં ઝાંખીઓને વોટ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો આપ QR કોડને સ્કેન કરીને વોટ કરવા માંગતા હો, તો તેને સ્કેન કરીને, આપેલ રાજ્યોની સૂચીમાં "ગુજરાત'' ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે

જો તમે એસએમએસ (SMS) થી વોટ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ પગલાંનો અમલ કરીને ગુજરાત ઉપર તમારો વોટ કરો :
SMS Syntax: MY GOV POLL