Photos : ગુફામાં એકલા રહી વિતાવ્યા 500 દિવસ, જાણો કોણ છે આ કારનામું કરનાર પ્રથમ મહિલા
Shocking News : સ્પેનની એથલીટ Beatriz Flamini ગુફામાં એકલા રહીને 500 દિવસ પસાર કર્યા છે. આ 50 વર્ષીય એથલીટ સ્પેનના ગ્રેનાડા સ્થિત ગુફામાં 500 દિવસ વિતાવ્યા છે. આજના ટેકનોલોજીના જમાનામાં ફોન, લેપટોપ જેવા ડિવાઈઝથી માણસ 2 કલાક પણ દૂર રહી શકતો નથી. તેવામાં આ વાત જાણી લોકો ચોંકી ગયા હતા.


આજના ટેકનોલોજીના જમાનામાં ફોન, લેપટોપ જેવા ડિવાઈઝથી માણસ 2 કલાક પણ દૂર રહી શકતો નથી. તેવામાં એક મહિલાએ ગુફામાં 500 દિવસ એકલા વિતાવ્યા છે. સ્પેનની એથલીટ Beatriz Flamini ગુફામાં એકલા રહીને 500 દિવસ પસાર કર્યા છે. આ 50 વર્ષીય એથલીટ સ્પેનના ગ્રેનાડા સ્થિત ગુફામાં 500 દિવસ વિતાવ્યા છે.

હાલમાં તે વૈજ્ઞાનિકો સાથે છે. તેની આ ઉપલબ્ધિને વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. તે 21 નવેમ્બર, 2021ના રોજ ગુફામાં દાખલ થઈ હતી. તે સમયે તેની ઉમર 48 વર્ષ હતી. તેણે ગુફામાં રહીને પોતાના 2 જન્મદિવસ ઉજવ્યા હતા. તેણે આ 500 દિવસમાં 60 બુક વાંચી અને 1 હજાર લિટરથી વધારે પાણી પીધું હતું.

ગુફામાં રહેવું તેના માટે સરળ નહીં હતું. તેના પર ગુફામાં મધમાખીઓ દ્ધારા હુમલો પણ થયો હતો. 500 દિવસ બાદ તે હવે સ્નાન કરવા માંગે છે અને વૈજ્ઞાનિકોએ તેને આ કામ કરવાની ના પાડી છે.

ગુફામાંથી બહાર નીકળતા જ તે સૌથી પહેલા પરિવારના સભ્યો અને સપોર્ટ સ્ટાફને ભેટી હતી. તેની સપોર્ટ ટીમનું માનવું છે કે તેણે સૌથી વધારે દિવસ ગુફામાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ પહેલા ચિલી અનો બોલિવિયનમાં ખાણ મજૂરો 69 દિવસ સુધી સોનાની ખાણમાં ફસાઈ રહ્યા હતા. વર્ષ 2010માં ભૂસ્ખલને કારણે મજૂરો અહીં ફસાયા હતા.

































































