Surat : ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા અંબિકા નિકેતન માતાજીના દર્શન કરવા ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ PHOTOS
અંબિકા નિકેતન મંદિરના પુજારી સુરેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી પડવો હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તોનો ભારે ભીડ છે.


ભક્તિ અને શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી. આજથી ચૈત્રી નવરાત્રીની શરુઆત થઇ છે. ત્યારે માતાજીના દર્શન માટે વિવિધ મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા છે.

સુરતના અંબિકા નિકેતન માતાજીની મંદિરમાં પણ ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ છે.ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

આ મંદિરની સ્થાપના મંદિરના સ્થાપક ભારતી મૈયાએ સ્થાપના કરી હતી તેમને માતાજીએ સપનામાં આવીને આશીર્વાદ આપી સ્થાપના કરવા માટે કહ્યું હતું.એટલે કે આજથી 44 વર્ષ પહેલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

મંદિરમાં ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શહેરમાં આવેલા મંદિરોમાં ચૈત્રી નવરાત્રીને મહાપૂજા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

અંબિકા નિકેતન મંદિરના પુજારી સુરેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી પડવો હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં ભક્તોનો ભારે ભીડ છે.






































































