‘ડેબ્યૂ બાદ અમિતાભ બચ્ચન કોર્પોરેશને મને સપોર્ટ ન કર્યો’, અરશદ વારસીનો ચોંકાવનારો ખુલાસો
કોમેડી પાત્રોથી લઈને નેગેટિવ પાત્રો સુધી અરશદનું કામ હંમેશા પસંદ કરવામાં આવ્યું છે. હવે અરશદ ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળવાનો છે.


અરશદ વારસી બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંના એક છે. તેણે તેની કારકિર્દીમાં એક કરતા વધુ ભુમિકા ભજવી છે. કોમેડી પાત્રોથી લઈને નેગેટિવ પાત્રો સુધી અરશદનું કામ હંમેશા પસંદ કરવામાં આવ્યું છે. હવે અરશદ બચ્ચન પાંડે ફિલ્મમાં જોવા મળવાનો છે.

અમિતાભ બચ્ચનના કોર્પોરેશનમાંથી હિન્દી સિનેમામાં ડેબ્યુ કરેલા અરશદે હવે તેમના વિશે મોટું નિવેદન આપ્યું છે. બચ્ચન પાંડે ફિલ્મનો એક ડાયલોગ છે જેમાં અક્ષય કુમાર કહે છે,' મને ભાઈ નહીં, ગોડફાધર કહે છે'.આ ડાયલોગને લઈને ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે તમારા ગોડફાધર કોણ છે ?

આ દરમિયાન અરશદે કહ્યું કે, અમિતાભ બચ્ચન કોર્પોરેશન અને જોય અગસ્ટીન તેના ગોડફાધર છે. પરંતુ તે બાદ અરશદ કહે છે કે ડેબ્યૂ પછી તેણે મને વધુ સાથ આપ્યો નહીં.

જોકે આટલું બોલ્યા બાદ અરશદે તરત જ અભિનેત્રી જેકલીનને માઈક આપી દીધું હતું.

ફિલ્મ બચ્ચન પાંડે વિશે વાત કરીએ તો તેમાં પંકજ ત્રિપાઠી, અભિમન્યુ સિંહ, સંજય મિશ્રા અને પ્રતિક બબ્બર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 18 માર્ચે રિલીઝ થશે.

































































