Apply Oil in the Navel : રોજ રાત્રે નાભિમાં આ 4 પ્રકારના તેલ લગાડવાથી થાય છે અઢળક ફાયદા, વાંચો વિગતવાર
પ્રાચીન માન્યતાઓના આધારે, નાભિમાં તેલ નાખવાથી નર્વસ સિસ્ટમ સારી અને સંતુલિત બને છે. આટલું જ નહીં, નાભિમાં તેલ લગાવવાથી શરીરને આંતરિક અને બાહ્ય બંને લાભ મળે છે. એટલા માટે દરરોજ નાભિમાં તેલ નાખવું સારું છે. આ સાથે જ જાણો નાભિમાં કયું તેલ લગાવી શકાય છે.

નાભિમાં તેલ નાખવાથી નાભિની ગંદકી પણ સાફ થઈ જાય છે. નાભિ આપણા શરીરનો ખૂબ જ નાનો ભાગ છે. જેમાં ગંદકી સરળતાથી એકઠી થઈ જાય છે. અને જેને સાફ કરવી સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તેલને નાભિમાં રાખવાથી મહિનાઓ અને વર્ષોથી જમા થયેલી ગંદકી પણ પીગળીને સાફ થઈ જાય છે.

યોગ અને આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે શરીરનું ચક્ર નાભિથી જ શરૂ થાય છે, તેથી જ તેને સંતુલિત રાખવા માટે તેના પર તેલ લગાડવામાં આવે છે.

નાળિયેર અથવા બદામનું તેલ : નાળિયેળ અથવા બદામનું તેલ દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપા લગાડવાથી ચહેરા પર નિખાર આવે છે. સાથે જ તેનાથી ત્વચા સુધરે છે અને ચમકદાર બને છે.

સરસવનું તેલ : સરસવનું તેલ રોજ રાત્રે 2 થી 3 ટીપાં નાભિમાં લગાડવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જેનાથી ફાટેલા હોઠ માટે, આંખોની રોશની સુધારવા, વાળના વિકાસ માટે અને માથાનો દુખાવો દૂર થાય છે.

ઓલિવ ઓઈલ : દરરોજ રાત્રે નાભિમાં 3 ટીપાં ઓલિવ ઓઈલના લગાડવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા, વજન ઘટાડવા અને કમરના દુખાવાથી રાહત મળે છે.