Ankita Lokhande એ વિકી જૈન સાથે રોમેન્ટિક અંદાજમાં ઉજવ્યું નવું વર્ષ, જુઓ Photos
અંકિતા લોખંડેનું આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું કારણ કે, આ વર્ષે તેની સાથે પતિ વિકી જૈન હતો. લગ્ન પછી વિકી સાથે અંકિતાનું આ પહેલું નવું વર્ષ હતું.

અંકિતા લોખંડેનું આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું કારણ કે, આ વર્ષે તેની સાથે પતિ વિકી જૈન હતો. લગ્ન પછી વિકી સાથે અંકિતાનું આ પહેલું નવું વર્ષ હતું.

ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન અંકિતાએ વિકી સાથે ફોટો શેર કર્યા હતા. આ દરમિયાન બંનેએ બ્લેક કલરના આઉટફિટ પહેર્યા હતા.

બંને રોમેન્ટિક અંદાજમાં સાથે જોવા મળ્યા હતા. અંકિતા અને વિકી એકબીજાની આંખોમાં ખોવાયેલા દેખાતા હતા.ફોટો શેર કરતા અંકિતાએ લખ્યું, દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ એ છે જ્યારે કોઈ તમને એટલો જ પ્રેમ કરે જેટલો તમે તેને પ્રેમ કરો છો.

અંકિતા અને વિકીના આ ફોટા ચાહકોની સાથે-સાથે સેલેબ્સ દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

વિકી અને અંકિતા 14 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ (Bollywood Celebs) પણ સામેલ થયા હતા. લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અંકિતા અને વિકીએ લગ્નના દરેક ફંક્શનને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા વિકીએ ખૂબ જ સુંદર તસવીર શેર કરીને અંકિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

અંકિતા લોખંડેને લક્ઝરી કારનો શોખ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની પાસે Jaguar XJ અને Porsche 718 પણ છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે. અંકિતા લોખંડેના કરિયરની વાત કરીએ તો તેણે પવિત્ર રિશ્તા, ઝલક દિખલા જા અને પવિત્ર રિશ્તા 2 સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે તેના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો અંકિતાએ મણિકર્ણિકા અને બાઘી- 3માં કામ કર્યું છે.