Ahmedabad : એસજી હાઇવે પર અદાણી શાંતિગ્રામ દ્વારા ‘અમદાવાદના ગરબા’નું આયોજન
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા અદાણી શાંતિગ્રામમાં 'અમદાવાદના ગરબા'નામથી નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગરબામાં અનોખી રીતે રોશનીની સજાવટ જોવા મળી હતી. ઓરેન્જ કલરના છત્ર જેવી ડિઝાઇન અને તેની પાસે દીવાની અનોખી સજાવટ ગરબામાં આવનારા ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. નવરાત્રીના ચોથા નોરતે મોટી સંખ્યામાં યુથ અહીં ટ્રેડિશનલ વસ્ત્રો સાથે ગરબા રમવા જોડાયુ હતુ.
Most Read Stories