યાસ, રેમલ, દાના પછી હવે કયું વાવાઝોડુ ત્રાટકશે ?

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દાના વાવાઝોડુ ત્રાટક્યા બાદ ઓડિશાના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દાના વાવાઝોડાને કારણે ઓડિશાના સભાદ્રક અને બંસદામાં સૌથી વધુ નુકસાન થયું છે. જો કે, શું તમે જાણો છો કે હવે કયું વાવાઝોડુ આવશે ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2024 | 3:11 PM
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું વાવાઝોડુ 'દાના' ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થઈ ગયું છે. આમ છતા વાવાઝોડાની અસર હજુ પણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે.

1 / 6
વાવાઝોડાના નામકરણમાં વિશેષ અભિગમ અપનાવવામાં આવે છે. વિશ્વ હવામાન સંસ્થા દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર કેટલાક દેશો વાવાઝોડાને નામ આપે છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ઉદભવતા વાવાઝોડાને ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમન છે.

2 / 6
દરેક દેશ એક પછી એક વાવાઝોડાને નામ આપે છે, જેમ કે થોડા વર્ષો પહેલા 'યાસ' નામનું વાવાઝોડુ બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું હતું.

3 / 6
જો કે, ક્યારેક વાવાઝોડાની તાકાત કયારેક ઓછી હોય છે અને ક્યારેક તે એટલા ભયાનક હોય છે કે બધું જ વિનાશ વેરતુ આગળ ઘપે છે. આ વાવાઝોડાનું નિશાન ક્યારેક બાંગ્લાદેશ, ક્યારેક ઓડિશા, ક્યારેક પશ્ચિમ બંગાળ હોય છે.

4 / 6
આ સિવાય શ્રીલંકાએ આસાની વાવાઝોડાને નામ આપ્યું હતું. હાલના વાવાઝોડાને કતારે દાના નામ આપ્યું છે. હવે પછીના વાવાઝોડાનું નામ 'શક્તિ' હશે. શક્તિ નામ શ્રીલંકાએ આપ્યું છે.

5 / 6
હવામાનને લગતા વિવિધ પરીક્ષણો અને સર્વેક્ષણો પછી, જાણવા મળ્યું છે કે, બંગાળની ખાડીમાં મોટા ભાગે એપ્રિલથી મે અને ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે વાવાઝોડુ આકાર પામે છે અને ત્રાટકે છે. ( તસવીર સૌજન્ય-PTI )

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">