Flaxseed Benefits: શિયાળામાં અળસી ખાવી ખૂબ જ સ્વાસ્થ્યસભર છે, જાણો તેના પાંચ મોટા ફાયદા
શિયાળાની ઋતુમાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે થોડી બેદરકારી તમને બિમાર કરી શકે છે. જો કે અળસી ખાવાથી તમને ઘણા લાભ થઈ શકે છે. અળસી તાસીરમાં ગરમ છે અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે તમામ રોગોને રોકવામાં મદદરૂપ માનવામાં આવે છે.

હાર્ટ ફ્રેન્ડલી: અળસી ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. દરરોજ અળસીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર 6થી 11 ટકા ઓછું થઈ શકે છે. તેના સેવનથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. આ રીતે ફ્લેક્સસીડને હાર્ટ ફ્રેન્ડલી કહેવાય છે.

ડાયાબિટીસ: વિટામીન B-1, પ્રોટીન, કોપર, મેંગેનીઝ, ઓમેગા-3 એસિડ, લિગ્નાન્સ સહિતના ઘણા સૂક્ષ્મ પોષકતત્ત્વો અળસીના બીજમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ફાઈબર અને ઓમેગા-3 એસિડ શરીરમાં શુગર લેવલને નિયંત્રિત કરે છે. દરરોજ સવારે ખાલી પેટ અને સૂતી વખતે એક ચમચી અળસીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.

સ્થૂળતાનો દુશ્મનઃ આજકાલ લોકોને સ્થૂળતાના કારણે ઘણી બિમારીઓ થાય છે. અળસીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત આવા ઘણા પોષક તત્વો છે જે મેદસ્વીતાને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેને ખાવાથી પાચનતંત્ર પણ સુધરે છે.

સાંધાના દુખાવામાં ફાયદાકારકઃ અળસીમાં સંધિવા (Arthritis) વિરોધી ગુણ હોય છે. સંધિવાના દર્દીઓને રોજ અળસીના બીજનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. તમે દરરોજ શેકેલા અળસીના બીજ ખાઈ શકો છો અથવા તેને પીસીને દૂધ સાથે ખાઈ શકો છો. આ સિવાય શિયાળામાં અળસીના લાડુ પણ ખાઈ શકાય છે.

હોર્મોનલ સમસ્યાઓ દૂર થાય છેઃ એવું કહેવાય છે કે જે મહિલાઓ નિયમિતપણે અળસીનું સેવન કરે છે. તેમને પીરિયડ્સમાં પરેશાનીનો સામનો કરવો પડતો નથી. અળસીના બીજને હોર્મોન અસંતુલનની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.