Gujarati News » Gujarat » Ahmedabad » Ahmedabad: Collector urges all youth voters in district to cast their votes, 1 lakh youths were sworn
Ahmedabad: કલેક્ટરે જિલ્લાના તમામ યુવા મતદારોને મતદાન અચૂકપણે કરવાનો કર્યો અનુરોધ, 1 લાખ યુવાનોને શપથ લેવડાવ્યા
Divyang Bhavsar | Edited By: Kunjan Shukal
Updated on: Nov 29, 2022 | 10:00 PM
Gujarat Election 2022: ગુજરાત યુનિવર્સીટીના યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ આર પારેખના સંયોજનમાં ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોમાં યુવા સંવાદ સંકલ્પ યાત્રા તા. 21 નવેમ્બર 2022એ શરૂ કરવામાં આવી હતી.
લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સમાજના દરેક વર્ગ, સમુદાય પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને સશક્ત બનાવે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યુવાનોને પોતાના મતાધિકારથી સજાગ કરવા માટે યુવા સંવાદ સંકલ્પ યાત્રા કાઢવામાં આવી.
1 / 5
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. ધવલ પટેલે જિલ્લાના તમામ યુવા મતદારોને અચૂકપણે મતદાન કરવા અનુરોધ કર્યો છે. ગુજરાત યુનિવર્સીટીના યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ આર પારેખના સંયોજનમાં ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોમાં યુવા સંવાદ સંકલ્પ યાત્રા તા. 21 નવેમ્બર 2022એ શરૂ કરવામાં આવી હતી.
2 / 5
87 સલગ્ન શૈક્ષણિક સંસ્થાઓમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. આગામી સપ્તાહમાં અન્ય 50 જેટલી સંસ્થાઓમાં યાત્રા તારીખ 4 ડીસેમ્બર 2022 સુધી આવરી લેવાનું આયોજન છે.
3 / 5
ગુજરાત યુનિવર્સીટીના કા.ગ્રંથપાલ અને યુથ નોડલ ઓફિસરના જણાવ્યાનુસાર હાલ સુધી એક લાખ જેટલા યુવાનોને આ યાત્રા અતર્ગત આવરી લેવામાં આવ્યા છે અને એક લાખ સંકલ્પ પત્રો યુવા વિદ્યાર્થીઓ એનાયત કરવામાં આવ્યા છે.
4 / 5
આ સાથે મતદાન મથકે પૂરી પાડવામાં આવતી વિવિધ સેવા-સુવિધાઓની જાણકારી આપવા સાથે અચુક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.