અમદાવાદ-બ્રહ્મપુર તેમજ બ્રહ્મપુર-ઉધના વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન, જાણો ટ્રેનનું ટાઈમ ટેબલ
Ahmedabad Brahmpur Udhana train : મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર-09017 અને 09018 અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને ચાલુ કરવામાં આવી છે. જેની વિગતો નીચે આપવામાં આવેલી છે.

ટ્રેન નંબર 09017 અમદાવાદ-બ્રહ્મપુર સ્પેશિયલ અમદાવાદથી મંગળવાર 07 મે 2024ના રોજ 19.15 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.15 કલાકે બ્રહ્મપુર પહોંચશે.

ટ્રેન નંબર 09018 બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ગુરુવાર 9 મે 2024ના રોજ બ્રહ્મપુરથી 07.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે ઉધના પહોંચશે.

આ ટ્રેન રૂટમાં વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, શેગાંવ, અકોલા, વર્ધા, નાગપુર, તુમસર રોડ, ગોંદિયા, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, ખારિયાર રોડ, કાંટાબંજી, ટિટિલાગઢ, કેસિંગા, મુનિગુડા, રાયગડા, પાર્વતીપુરમ, બોબિલી, વિઝિયાનગરમ, શ્રીકાકુલમ રોડ અને પલાસા સ્ટેશન પર રોકાશે.

ટ્રેન નંબર 09018 બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ઉધના સ્ટેશન પર ટર્મિનેટ થશે. આ ટ્રેનના તમામ 20 કોચ સ્લીપર ક્લાસના હશે. ટ્રેન નંબર 09017 માટે બુકિંગ 07 મે 2024ના રોજ 12.00 કલાકે તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

































































