IPL 2024: પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મજાક ઉડાવી, ધર્મશાળામાં મેચ પહેલા વધી ગરમી

IPL 2024 ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 9 મેના રોજ ધર્મશાળામાં રમાવાની છે. પોઈન્ટ ટેબલ પર બંને ટીમો એકબીજાની આગળ-પાછળ છે. બંને માટે પ્લેઓફની રેસમાં બન્યા રહેવા માટે આ મેચમાં જીત મેળવવી ખૂબ જ જરૂરી. એવામાં બંને ટીમો વચ્ચે કાંટે કઈ ટક્કર થવાની આશા છે. આ બધા વચ્ચે પંજાબે બેંગલુરુની મજાક ઉડાવીને મેચ પહેલા ગરમી વધારી દીધી છે.

IPL 2024: પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મજાક ઉડાવી, ધર્મશાળામાં મેચ પહેલા વધી ગરમી
PBKS vs RCB
Follow Us:
| Updated on: May 08, 2024 | 5:01 PM

IPL 2024ની લીગ મેચ હવે અંતિમ તબક્કામાં છે. ટુર્નામેન્ટની પ્લે-ઓફ બે અઠવાડિયા પછી રમાશે. હાલમાં પ્લે ઓફની રેસ ઘણી રસપ્રદ બની રહી છે. અત્યાર સુધી એક પણ ટીમ સત્તાવાર રીતે લીગમાંથી બહાર થઈ નથી કે કોઈ પ્લે-ઓફ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી. આવી સ્થિતિમાં, બાકીની મેચો તમામ ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. IPLની 58મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ધર્મશાળામાં રમાશે. પરંતુ પંજાબે મેચમાં RCBની મજાક ઉડાવીને ધર્મશાળામાં ગરમી વધારી દીધી છે.

પ્લે ઓફ વિશે RCBની મજાક

પંજાબની ટીમ 9 મેના રોજ ધર્મશાળામાં બેંગલુરુની યજમાની કરશે. જો કે તેમના માટે પ્લે-ઓફ માટે ક્વોલિફાય થવું મુશ્કેલ લાગે છે, પરંતુ ચાહકો હાર સ્વીકારવા તૈયાર નથી. તે પ્લે ઓફનું ગણિત પતાવવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સે મેચમાં આ ગણતરીને લઈને RCBની મજાક ઉડાવી છે. વાસ્તવમાં, કોમેડિયન અને એક્ટર જસમીતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં પંજાબ કિંગ્સના પ્રશંસક તરીકે રજૂ કરીને તે બે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર માંગે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને બે કેલ્ક્યુલેટરની જરૂર કેમ છે, તો તેણે જવાબ આપ્યો કે RCB પંજાબ સાથે પણ રમી રહ્યું છે. આમ કરીને તેણે RCBને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ચાહકોએ આપી પ્રતિક્રિયા

જસમીતના આ વીડિયોએ મેચ પહેલા ધર્મશાળામાં ગરમી વધારી દીધી છે. હવે ચાહકો પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે. બંને ટીમના ફેન્સ એકબીજાને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાકે તો એમ પણ કહ્યું કે પ્લે-ઓફ માટે ક્વોલિફાય ન હોવા છતાં બંને ટીમો વચ્ચે ભાઈચારો હોવો જોઈએ.

View this post on Instagram

A post shared by Jasmeet (@duhjizzy)

હારનારી ટીમ પ્લેઓફમાંથી બહાર થશે

પંજાબ 11માંથી 4 મેચ જીતીને આઠમાં સ્થાને છે અને બેંગલુરુ સાતમાં સ્થાને છે. પંજાબ અને બેંગલુરુની 3-3 મેચ બાકી છે. બંને ટીમો ક્વોલિફાય થવા માટે બાકીની તમામ મેચો જીતવા પર તેમજ અન્ય ટીમોની હાર પર નિર્ભર છે. પરંતુ હવે આ બંને વચ્ચે સ્પર્ધા થવાની છે. આવી સ્થિતિમાં જે પણ ટીમ હારશે તે લીગમાંથી બહાર થઈ જશે. પંજાબ કિંગ્સ સતત બે મેચ જીત્યા બાદ ધર્મશાળામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત હાર બાદ હવે જોર પકડ્યું છે. છેલ્લી ત્રણ મેચ જીત્યા બાદ તે ધર્મશાળામાં રમવા આવી રહી છે. એવામાં આ બંને ટીમો વચ્ચે મજેદાર ટક્કર જોવા મળશે.

આ પણ વાંચો : IPL 2024, DC VS RR: સંજુ સેમસનની મહેનત વ્યર્થ ગઈ, દિલ્હીએ રાજસ્થાનને 20 રનથી હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">