શું ઉનાળામાં મધ ખાઈ શકાય? તેના વિશે જાણો

08 May 2024

Pic credit - Freepik

ઉનાળામાં વાતાવરણમાં તાપમાન વધવાથી આપણા શરીર પર પણ અસર થવા લાગે છે. જેના કારણે શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે.

ડીહાઈડ્રેશન

મધની તાસીર ગરમ હોય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોનું માનવું છે કે ઉનાળામાં મધનું સેવન ન કરવું જોઈએ. શું આ ખરેખર સાચું છે, ચાલો જાણીએ

મધ ખાવું

તમને જણાવી દઈએ કે મધમાં કાર્બોહાઈડ્રેટ અને એન્ટીઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે, જે શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.

પોષક તત્વો

મધ એક ઔષધિની જેમ કામ કરે છે. બાળકો હોય કે મોટા કોઈને પણ શરદી-ઉધરસ થઈ હોય તો મધને આદુની સાથે મિક્સ કરીને ખવડાવવામાં આવે છે.

મધ એક ઔષધિ

ઉનાળામાં મધનું સેવન કરવાથી હીટ સ્ટ્રોકથી બચવામાં અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે પરંતુ તેને ખાવાની સાચી રીત પણ જાણવી જોઈએ.

હીટ સ્ટ્રોક

લીંબુ પાણીમાં મધનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો મધ સાથે લીંબુ પાણીનું સેવન કરવામાં આવે તો તે શરીરનું તાપમાન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

લીંબુ પાણીમાં ભેળવીને

મધ અને દૂધનું મિશ્રણ વધુ સારું સાબિત થઈ શકે છે. દૂધમાં મધનું સેવન કરવાથી માત્ર પાચનક્રિયા જ સારી નથી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

દૂધમાં મિક્સ કરો

મધ સાથે છાશ ભેળવીને ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. છાશમાં ઠંડકની અસર હોય છે, જે મનને રિલેક્સ રાખવામાં મદદ કરી શકે છે.

છાશ પણ ફાયદાકારક