Vadodara Video : જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને નુકસાન
વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક ઘાસના પૂડામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ડિટેઈન કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે. પોલીસે ડિટેઈન કરેલા 25 થી 30 વાહનને આગમાં નુકસાન થયુ છે. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે.
વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક ઘાસના પૂડામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ડિટેઈન કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે. પોલીસે જમા લીધેલા 25 થી 30 વાહનને આગમાં નુકસાન થયુ છે. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે.
બીજી તરફ આજે વડોદરામાં વહેલી સવારે પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં આગ લાગતા ભયનુ વાતાવરણ સર્જાવા પામ્યું હતું. રેલવે ટ્રેક પરની હાઈ ટેન્શન વીજ લાઈનનો પાવર સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી હતી.
ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. આગને કાબૂમાં લઈ લીધા બાદ, પેટ્રોલ ભરેલ વેગનની ટ્રેન રવાના કરી દેવાઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા ત્યારે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ નજરે પડ્યો હતો. અજાણ્યા શખ્સનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
Latest Videos
Latest News