AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok sabha Election 2024 Video : ત્રીજા તબક્કાના મતદાન બાદ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું, આદિવાસી વિસ્તારમાં વધુ મતદાનને જાગૃતિ ગણાવી

Lok sabha Election 2024 Video : ત્રીજા તબક્કાના મતદાન બાદ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું, આદિવાસી વિસ્તારમાં વધુ મતદાનને જાગૃતિ ગણાવી

Baldev Suthar
| Edited By: | Updated on: May 08, 2024 | 1:04 PM

Lok sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું સુરતમાં નિવેદન સામે આવ્યું છે. મતદાનની ટકાવારી સારી રહેતા સી આર પાટીલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. 

સુરત : ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું છે. મતદાનની ટકાવારી સારી રહેતા સી આર પાટીલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે.

સી આર પાટીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એકપણ અનિચ્છનીય બનાવ વગર મતદાન પૂર્ણ થયું છે જે સારી બાબત ગણાવી છે આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં ઊંચા મતદાનને તેમણે જાગૃતિ સાથે સરખાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નર્મદા અને વલસાડ જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી રહી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકની ચૂંટણી યોજાઈ હતી જોકે સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ હોવાથી 25 બેઠકો પણ મતદારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું છે.

આ પણ વાંચો : Lok sabha Election 2024 : બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અંબાજીમાં દર્શન કર્યો, મતદારોનો આભાર માન્યો, જુઓ Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 08, 2024 01:03 PM
g clip-path="url(#clip0_868_265)">