Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : 5 વર્ષ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુએ કર્યું કમબેક, જુઓ તસવીર

નિધિ ભાનુશાલી ટીવી શો 'તારક મહેતા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિય બની હતી. જોકે, થોડા વર્ષો પછી તેણે શોને અલવિદા કહી દીધું. તે પછી તે કોઈ શોમાં જોવા મળી નથી. જોકે, હવે તેણે એક્ટિંગની દુનિયામાં કમબેક કર્યું છે.

| Updated on: Jun 15, 2024 | 10:19 PM
તમને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો સોનુ તો યાદ જ હશે. હાલમાં આ શોમાં પલક સિધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે. જોકે, અગાઉ આ પાત્ર નિધિ ભાનુશાળીએ ભજવ્યું હતું. શો 'તારક મહેતા'માં નિધિને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે વર્ષ 2019માં આ શો છોડી દીધો હતો. પાંચ વર્ષ બાદ તે ફરી એકવાર લોકોના મનોરંજન માટે પરત ફરી છે.

1 / 6
13 જૂને એમેઝોન મિની ટીવી પર 'સિસ્ટરહુડ' નામની વેબ સિરીઝ રિલીઝ થઈ છે. નિધિ આ સીરિઝનો એક ભાગ છે. નિધિ આ સીરિઝમાં એક વિદ્યાર્થીની ભૂમિકા ભજવી રહી છે જે શાળાના દિવસોની યાદોને તાજી કરે છે.

2 / 6
થોડા સમય પહેલા, તેણે પોતે આ સીરિઝનું ટ્રેલર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું હતું, ત્યારબાદ ચાહકો તેને ફરી એકવાર જોવા માટે ઉત્સાહિત થઈ ગયા હતા.

3 / 6
ટ્રેલર શેર કરતી વખતે, તેણે લખ્યું, "ZANG ki Ms. Attitude, gorgeous Gargi"

4 / 6
વર્ષ 2007માં જ્યારે 'તારક મહેતા' શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા અભિનેત્રી ઝિલ મહેતાએ ભજવી હતી. જો કે, ત્યારબાદ વર્ષ 2012માં નિધિ ભાનુશાળીએ તેનું સ્થાન લીધું. નિધિ 7 વર્ષ સુધી આ શોનો ભાગ રહી અને પછી તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે આ શોને અલવિદા કહી દીધું.

5 / 6
નિધિએ આ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. શો છોડ્યા બાદ ફેન્સ તેને ખૂબ મિસ કરતા હતા. જોકે, તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહી. તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હતી. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">