તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. તેને નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદીએ પ્રોડ્યુસ કરી છે. તે તમામ ટીવીમાં સૌથી વધુ જોવાયેલ પ્રોગ્રામ છે. આ સ્ટોરી તારક મહેતાની “દુનિયા ને ઉંધા ચશ્મા” પર આધારિત છે, જેઓ ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.
આ સ્ટોરી મુંબઈના ગોકુલધામની છે, જ્યાં વિવિધ સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાના લોકો એકબીજા સાથે ખુશીથી રહે છે. આ સિરિયલમાં માનવતા અને નિર્દોષ કોમેડી પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ સીરિયલનું નિર્માણ મુખ્યત્વે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવ્યું છે. પરંતુ તેના કેટલાક ભાગો ગુજરાત અને દિલ્હીમાં પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય વિદેશમાં લંડન, બ્રુસેલ્સ, પેરિસ, હોંગકોંગ વગેરે સ્થળોએ પણ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શોએ 6 નવેમ્બર 2012ના રોજ 1000 એપિસોડ પૂરા કર્યા. 2020માં 3000 એપિસોડ પૂરા કર્યા. આજે પણ આ સિરિયલ ભારતના ટોપ 5 શોમાંથી એક છે.