india budget : બજેટ 2021 માં દસ્તાવેજો ટેબ્લેટમાં સમાયા હતા. કોરોના મહામારીના કારણે ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ વધ્યો છે. બજેટ પણ આનાથી અલગ રહ્યું નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટેબલેટ દ્વારા સંસદમાં 2021-22નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ ટેબ પરંપરાગત ખાતાવહી ખાતાની જગ્યા લીધી છે.
બજેટ બેગ અથવા બ્રીફકેસની મુસાફરી કેવી રીતે શરૂ થઈ તે સફર ઘણી રસપ્રદ રહી છે.ભારતમાં બજેટને બ્રીફકેસમાં લાવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. ભારતનું બજેટ સૌપ્રથમ 1860માં બ્રિટિશ ચાન્સેલર ઑફ ધ એક્સચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેઓ લાંબા ભાષણો આપવા માટે જાણીતા હતા. તેને પોતાના કાગળો રાખવા માટે એક મોટી બ્રીફકેસની જરૂર લાગી હતી.
1 / 6
અહીંથી લાંબા ભાષણો શરૂ થયા હતા. બેગમાં તે કાગળો લાવ્યા હતા ત્યારથી બ્રીફકેસની પરંપરા પ્રચલિત થઈ હતી. આ બજેટમાં બ્રિટનની રાણીનો સોનાનો મોનોગ્રામ હતો. રાણીએ પોતે બજેટ રજૂ કરવા માટે ગ્લેડસ્ટોનને સૂટકેસ આપી હતી. યુકેનું રેડ ગ્લેડસ્ટોન બજેટ બોક્સ 2010 સુધી ચલણમાં હતું. આ બ્રીફકેસ પાછળથી એટલી જર્જરિત થઈ ગઈ હતી કે તેને મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી અને તેના સ્થાને લાલ ચામડાનું બજેટ બોક્સ અમલમાં મૂકવામાં આવ્યું હતું.
2 / 6
સરકારો સાથે બજેટ બેગનો રંગ અને કદ બદલાયા છે. ભારતનું બજેટ બોક્સ અથવા સૂટકેસ બ્રિટિશ કોલોનીથી પ્રભાવિત છે. આઝાદી પછી પણ ભારતમાં લેધર બેગની આ પરંપરા ચાલુ રાખવામાં આવી હતી. બ્રીફકેસની આ પરંપરા ભારત સરકાર દ્વારા વારસામાં મળી છે. આ લાલ ચામડાની બેગમાં ભારતની સ્થિતિ અને તેની પ્રગતિનો હિસાબ રાખવામાં આવે છે.
3 / 6
1947માં ભારત આઝાદ થયા પછી પણ બજેટ બેગની આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આ જ સૂટકેસ 26 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી બજેટ રજૂ કરવા માટે લાવ્યા હતા. 1998-99ના બજેટ દરમિયાન નાણાપ્રધાન યશવંત સિન્હાએ પટ્ટા અને બકલ સાથેની કાળા ચામડાની બેગ સાથે આવ્યા હતા જ્યારે ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહે 1991માં તેમના લોકપ્રિય બજેટ દરમિયાન સાદી કાળી બેગ રજૂ કરી હતી.
4 / 6
જુલાઈ 2019 બજેટ દસ્તાવેજ અલગ દેખાયો હતો. બજેટ દસ્તાવેજ મોટા બ્રીફકેસને બદલે લાલ મખમલના કપડામાં 'ખાતાવહી'ના રૂપમાં દેખાયુ હતું. કપડા પર ભારત સરકારનું ચિહ્ન હતું. તત્કાલીન મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું હતું કે આ ભારતીય પરંપરા છે. તે ગુલામીમાંથી પશ્ચિમી વિચારોની મુક્તિનું પ્રતીક છે. આ બજેટ નહિ 'ખાતાવહી' છે.
5 / 6
બજેટ 2021 માં દસ્તાવેજો ટેબ્લેટમાં સમાયા હતા. કોરોના મહામારીના કારણે ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધુ વધ્યો છે. બજેટ પણ આનાથી અલગ રહ્યું નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટેબલેટ દ્વારા સંસદમાં 2021-22નું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ ટેબ પરંપરાગત ખાતાવહી ખાતાની જગ્યા લીધી છે. ટેબ્લેટ ખાતાવહી જેવા લાલ કપડામાં દેખાઈ હતી. તેની ઉપર ભારત સરકારનું ચિહ્ન હતું. આ સંપૂર્ણ પેપરલેસ બજેટની શરૂઆત હતી.