WPL 2026 : વડોદરામાં મહિલા પ્રીમિયર લીગ જોવાનું વિચારી રહ્યા છો,આજથી ઓનલાઈન ટિકિટ ખરીદી શકાશે
WPL 2026 : મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરુ થશે. જેની મેચ મુંબઈ અને વડોદરાના સ્ટેડિયમમાં રમાશે. તેમજ બીસીસીઆઈએ આ મેચની ટિકિટને લઈ મોટું અપટેડ આપ્યું છે. આજથી ચાહકો ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે.

મહિલા પ્રીમિયર લીગ એટેલે કે,WPLની ચોથી સીઝનની શરુઆત 9 જાન્યુઆરીથી શરુ થશે. જેને લઈ બીસીસીઆઈ તરફથી 27 નવેમ્બરના રોજ મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તમામ 5 ટીમમાં અનેક ફેરફાર પણ જોવા મળ્યા છે. હવે ચાહકો આગામી સીઝનની રાહ જોઈ રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા શેડ્યુલની તો જાહેરાત થઈ ચૂકી છે. જેની શરુઆત 9 જાન્યુઆરીથી થશે. તેમજ મેચની ઓનલાઈન ટિકિટને લઈ પણ મોટું અપટેડ આપ્યું છે.
ઓનલાઈન ટિકિટ 26 ડિસેમ્બરથી ખરીદી શકશો
WPLની ચોથી સીઝનમાં પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ મહિલા ટીમ વચ્ચે રમાશે. આ વખતે ટૂર્નામેન્ટની મેચ નવી મુંબઈના ડો. ડીવાય પાટિલ સ્પોર્ટસ એકેડમીમાં અને વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાશે. મેચની ઓનલાઈન ટિકિટની ખરીદી શરુ થઈ ચૂકી છે.
The online ticket sales for #TATAWPL 2026 will be LIVE from December 26, 2025, at 6:00 PM IST. ️
Get your tickets on https://t.co/rG3cQadgHN
More details ▶️ https://t.co/zAmrN9dOha pic.twitter.com/TzMMOQGNAo
— Women’s Premier League (WPL) (@wplt20) December 25, 2025
BCCIએ એક શેડ્યૂલ બહાર પાડ્યું છે જેમાં ચાહકો 26 ડિસેમ્બરથી નવી મુંબઈ અને વડોદરા બંને સ્થળોએ યોજાનારી મેચો માટે ટિકિટ ખરીદી શકશે. ઓનલાઇન ટિકિટનું વેચાણ 26 ડિસેમ્બરે સાંજે 6:00 વાગ્યે શરૂ થશે. પ્રથમ 11 મેચ 9 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી નવી મુંબઈમાં રમાશે. બાકીની 11 મેચ, જેમાં ફાઇનલ અને પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે, તે વડોદરાના સ્ટેડિયમમાં યોજાશે.
ચાહકો ઓનલાઈન ટિકિટ કઈ રીતે ખરીદી શકે
બીસીસીઆઈ દ્વારા WPL 2026 મેચની ટિકિટને લઈ મોટી જાણકારી આપી છે. જેમા ચાહકો www.wplt20.comની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ટિકિટ ખરીદી શકો છો. તેમજ એપ અને વેબસાઈટ પરથી તમામ મેચની ટિકિટ ખરીદી શકો છો.
