WPL 2026 : 6 કરોડનું ઈનામ, વુમન્સ પ્રીમિયર લીગમાં આવું પહેલી વખત જોવા મળશે
WPL 2026 FAQs : વુમન્સ પ્રીમિયર લીગ 2026ની ચોથી સીઝનની શરુઆત 9 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. આ સીઝન 5 ટીમ વચ્ચે રમાશે. જેમાં 28 દિવસમાં કુલ 22 મેચ રમાશે. આ દરમિયાન ડબલ હેડરની મેચ પણ જોવા મળશે.

વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સીઝન શરુ થવાની છે. મેગા ઓક્શન પછી ટીમમાં મોટા ફેરફાર આવ્યા છે. તેમજ કેટલીક ટીમમાં નવા કેપ્ટનની એન્ટ્રી થઈ છે. તો કેટલાક નવા ખેલાડીઓ મેદાનમાં આવ્યા છે. આ સીઝન ખુબ ખાસ છે કારણ કે, પહેલી વખત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાશે.

વુમન્સ પ્રીમિયર લીગની શરુઆત 9 જાન્યુઆરીથી નવી મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાશે.

સીઝનમાં કુલ 22 મેચ રમાશે. જેમાં પહેલી 11 મેચ નવી મુંબઈમાં જ્યારે બાકીની 11 મેચ એલિમિનેટર અને ફાઈનલ સામેલ છે. વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે.

ફાઈનલ 5 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં રમાશે. આ વખતે ડબલ હેડર મેચ પણ રમાશે. જે 10 અને 17 જાન્યુઆરીના રોજ નવી મુંબઈમાં રમાશે. આ પહેલા વુમન્સ પ્રીમિયર લીગમાં આવું જોવા મળ્યું ન હતુ.

જો આપણે વેન્યુની વાત કરીએ તો આ સીઝન માત્ર 2 શહેરોમાં રમાશે. કારણ કે, બાકીના સ્ટેડિયમ ટી20 વર્લ્ડકપ અને રણજી ટ્રોફી જેવી ટૂર્નામેન્ટ માટે બુક છે. ફ્રેન્ચાઈઝી હોમ એન્ડ અવે ફોર્મેટ ઈચ્છતી હતી પરંતુ આ વખતે સંભવ નથી.

વુમન્સ પ્રીમિયર લીગ 2026ની મેચનું લાઈવ પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક અને સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર પર જોઈ શકશો. અન્ય દેશોમાં અલગ અલગ પ્લેટફોર્મ પર જોઈ શકશો.

નિયમનોની વાત કરીએ તો એક ટીમની પ્લેઈંગ ઈલેવનમાં વધારેમાં વધારે 4 વિદેશી ખેલાડીઓ રહી શકશે. કોઈ ટીમ અસોસિએટ દેશના ખેલાડીને પ્લેઈંગ 11માં સામેલ કરે છે તો તેની પાસે 5 વિદેશી ખેલાડીઓને રમાડવાની સુવિધા પણ રહે છે.

વુમન્સ પ્રીમિયર લીગની ગત્ત સીઝનમાં ચેમ્પિયન ટીમને 6 કરોડ રુપિયા મળ્યા હતા. આ વખતે જીતનારી ટીમને પણ આટલી પ્રાઈઝ મની મળી શકે છે. રનર અપ ટીમને 3 કરોડ રુપિયા, તો બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ સૌથી વધારે સિક્સ ફટકાવનાર તેમજ બેસ્ટ સ્ટ્રાઈક રેટ ખેલાડીને પણ પ્રાઈઝ મની આપવામાં આવે છે.
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. તેનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સંચાલન કરે છે. અહી ક્લિક કરો
