AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં વુમન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટાઇટલ જંગ, ક્યાં લાઈવ જોઈ શકશો? જાણો

વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં બેંગ્લુરુ અને દિલ્હી વચ્ચે રમાશે. બંન્ને વચ્ચે કાંટાની ટકકર થવાની છે. આની પાછળનું કારણ એ છે કે, બંન્ને ટીમોએ અત્યારસુધી કરેલું પ્રદર્શન, દિલ્હી પાસે ખિતાબ જીતવાની આ પહેલી તક છે. જ્યારે આરસીબી પાસે બીજી ટ્રોફી જીતવાની તક,

Breaking News :  વડોદરામાં વુમન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટાઇટલ જંગ, ક્યાં લાઈવ જોઈ શકશો? જાણો
| Updated on: Feb 05, 2026 | 11:05 AM
Share

શું આજે વુમન્સ પ્રીમિયર લીગમાં નવી ચેમ્પિયન ટીમ આપણે મળશે કે પછી આરસીબીની ટીમ બીજી વખત આ ખિતાબ જીતશે. મહત્વની વાત એ છે કે, બંન્ને ટીમની કેપ્ટન બેસ્ટ ફ્રેન્ડ છે. આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાના અને દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમિમા રોડ્રગ્ઝ, આજે ટ્રોફી માટે ફ્રેન્ડશીપ સાઈડમાં રાખવી પડશે. દિલ્હીની નજર પહેલી વખત ચેમ્પિયન બનવા પર છે. તો આરસીબીની ટીમ બીજી વખત ખિતાબ જીતવાના મુડમાં છે.

WPLમાં વડોદરામાં કેવો છે RCB અને DCનો રેકોર્ડ?

RCB અને DC વચ્ચે ફાઈનલ મેચ વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર બંન્ને ટીમના રેકોર્ડની જો આપણે વાત કરીએ તો આરસીબીએ અહી 6 મેચ રમી છે. તેમાંથી 4માં જીત મેળવી છે.દિલ્હી કેપિટલ્સની ટીમે 8 મેચ રમી છે અને 6માં જીત મેળવી છે. WPL 2026માં RCBએ વડોદરામાં 4 મેચ રમી છે. જેમાંથી 2માં જીત મેળવી છે. જ્યારે 2 મેચમાં હારી છે. દિલ્હીએ આ સીઝનમાં 5માંથી 4 મેચ જીતી છે. આ મેચમાં દિલ્હી કેપ્ટિલ્સનું પલડું આરસીબી કરતા ભારે છે.

દિલ્હી હજુ સુધી લીગ જીતી શકી નથી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વુમન્સ પ્રીમિયર લીગ 2026નો ખિતાબી મુકાબલો 5 ફેબ્રુઆરીએ વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ સાંજે 7 વાગ્યે થશે. દિલ્હી હજુ સુધી લીગ જીતી શકી નથી. RCB એ દિલ્હી કેપિટલ્સ ને હરાવીને 2024 સીઝન જીતી.

આ સિઝનમાં RCBએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે લીગ સ્ટેજમાં સતત પાંચ મેચ જીતીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સ એકમાત્ર ટીમ હતી જેણે RCB ની જીતનો સિલસિલો અટકાવ્યો હતો. સિઝનની 15મી મેચમાં, દિલ્હીએ RCB ને સાત વિકેટથી હરાવ્યું.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. તેનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સંચાલન કરે છે. અહી ક્લિક કરો

Follow Us
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
g clip-path="url(#clip0_868_265)">