WPL 2026 હરાજીમાં એલિસા હીલીથી લઈને ભારતની વર્લ્ડ ચેમ્પિયન સુધી 209 ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, જુઓ List
મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 ની મેગા હરાજીમાં ₹40.8 કરોડ ખર્ચાયા, 67 ખેલાડીઓ ખરીદાયા. ભારતીય ખેલાડીઓની માંગ રહી, છતાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી અને ભારતની ઉમા છેત્રી સહિત અનેક આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક સ્ટાર્સ અનસોલ્ડ રહ્યા.

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માટેની મેગા હરાજી દિલ્હી ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. પાંચ ફ્રેંચાઇઝી વચ્ચે ખેલાડીઓને ખરીદવા માટે જોરદાર બોલી યુદ્ધ જોવા મળ્યું. કુલ 67 ખેલાડીઓની ખરીદી પર ફ્રેંચાઇઝીઓએ મળીને ₹40.8 કરોડ ખર્ચ્યા.
ખાસ વાત એ રહી કે આ હરાજીમાં ભારતીય ખેલાડીઓની ખૂબ માંગ જોવા મળી. છતાંય, અનેક ટોચના આંતરરાષ્ટ્રીય અને ભારતીય સ્ટાર ખેલાડીઓ પર એકપણ બોલી ન લાગી જે ક્રિકેટપ્રેમીઓ માટે ચોક્કસપણે ચોંકાવનારી બાબત હતી.
સૌથી મોટું નામ, એલિસા હીલી વેચાયા વિના રહી
આ હરાજીમાં કુલ 276 ખેલાડીઓ શામેલ થયા હતા, જેમાંથી 209 ખેલાડીઓ વેચાયા નહિ. વેચાયા વિના બચી ગયેલા ખેલાડીઓમાં સૌથી મોટું નામ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલી રહ્યું. હરાજીની શરૂઆત જ તેના નામથી થઈ હતી અને તેની બેઝ પ્રાઈસ ₹50 લાખ રાખવામાં આવી હતી. છતાં, કોઈ ફ્રેન્ચાઇઝીએ તેના પર બોલી ન લગાવતાં તે માર્કી સેટમાં એકમાત્ર ખેલાડી બની જે વેચાઈ નહિ. આ પરિસ્થિતિથી ક્રિકેટ સમુદાયમાં આશ્ચર્ય ફેલાયું.
ભારતની વર્લ્ડ ચેમ્પિયન ઉમા છેત્રી પણ વેચાઈ નથી
આ હરાજીમાં ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઉમા છેત્રી પણ વેચાઈ ના શકી. તેની બેઝ પ્રાઈસ પણ ₹50 લાખ હતી, પરંતુ કોઈ ટીમે રસ દાખવ્યો ન હતો. નોંધનીય છે કે ઉમા છેત્રી ભારતીય ટીમ સાથે 2025 ODI વર્લ્ડ કપ વિજેતા દળનો ભાગ રહી ચૂકી છે અને બાંગ્લાદેશ સામે મેચ પણ રમી હતી. ગયા સિઝનમાં તે યુપી વોરિયર્સ ટીમ માટે રમતી હતી, પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ તેને રિટેઇન નહોતી કરી.
એકેય બોલી વગર રહી ગયેલી અન્ય મોટી ખેલાડીઓ
કેટલીંક ટોચની આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ આ હરાજીમાં વેચાઈ ના શકી, જેમ કે,
- હીથર નાઈટ (ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ કેપ્ટન)
- અલાના કિંગ (ઓસ્ટ્રેલિયાનું સ્ટાર સ્પિનર)
- એમી જોન્સ
- ઇઝી ગેજ
- તસ્મીન બ્રિટ્સ
- હીથર ગ્રેહામ
- એલિસ કેપ્સી
ક્રિકેટ વિશ્લેષકોના મતે, યુવા અને T20 સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થવાને કારણે અનુભવી ખેલાડીઓ પર બોલી ઓછું જોવા મળી.
આ મુખ્ય ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા,
- એલિસા હીલી
- સબીનેની મેઘના
- લોરેન ચીટલ
- ઉમા છેત્રી
- તઝમીન બ્રિટ્સ
- એમી જોન્સ
- ઇસાબેલ ગેજ
- અલાના કિંગ
- ડાર્સી બ્રાઉન
- અમાન્દા જેડ-વેલિંગ્ટન
- પ્રિયા મિશ્રા
- અમનદીપ કૌર
- હુમૈરા કાઝી
- ખુશી ભાટિયા
- નંદિની કશ્યપ
- ખુશ કુમારી
- નંદિની શર્મા
- કોમલપ્રીત કૌર
- શબનમ શકીલ
- પ્રણવી ચંદ્ર
- ડેવિના પેરીન
- વૃંદા દિનેશ
- દિશા કેસટ
- આરુષિ ગોયલ
- સનિકા ચાલકે
- એસ યશશ્રી
- જીન્તિમાની કલિતા
- જી ત્રિશા
- પ્રકાશિકા નાઈક
- ભારતી રાવલ
- પ્રિયંકા કૌશલ
- પારુણિકા સિસોદિયા
- જાગ્રવી પંવાર
- સ્નેહા દીપ્તિ
- મોના મેશ્રામ
- પ્રિયા પુનિયા
- નુઝહત પરવીન
- લીતાહુ
- ફ્રાન જોનાસ
- શુચિ ઉપાધ્યાય
- લૌરા હેરિસ
- પૂનમ ખેમનાર
- સહાના પવાર
- કર્ટની વેબ
- શિવાલી શિંદે
- હિથર ગ્રેહામ
- તેજલ હસબનીસ
- રાબેયા ખાન
- હિથર નાઈટ
- નજમા ખાન
- શાનુ સેન
- એલિસ કેપ્સી
- ગાર્ગી વણકર
- સયાલી સાતઘરે
- Issie વોંગ
- પ્રગતિ સિંહ
- આયુષી શુક્લા
- રાહિલા ફિરદૌસ
- તીર્થ સતીશ
- કોમલ ઝાંઝર
