ઈન્ડિયન એરફોર્સની વિંગ કમાન્ડર પર કરોડોનો વરસાદ, WPL ઓક્શનમાં આ ટીમે ખોલી તિજોરી
વુમન્સ પ્રીમિયર લીગ મેગા ઓક્શનમાં ઈન્ડિયન એરફોર્સની વિંગ કમાન્ડર પર કરોડોની બોલી લાગી હતી. મેગા ઓક્શનમાં તેના માટે RCB અને UP વોરિયર્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. WPL ઓક્શનમાં આ ટીમે વાયુસેનાની વિંગ કમાન્ડ અને અનુભવી ખેલાડી માટે ખોલી તિજોરી.

વુમન્સ પ્રીમિયર લીગ મેગા હરાજીમાં ફાસ્ટ બોલર શિખા પાંડે પર ઘણા પૈસાનો વરસાદ થયો છે. આ ખેલાડીને ખરીદવા માટે RCB અને UP વોરિયર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી, પરંતુ અંતે UP વિજેતા બન્યું. શિખા પાંડેની બેઝ પ્રાઈઝ 40 લાખ રૂપિયા હતી, પરંતુ હરાજીમાં તેનું નામ આવતાની સાથે જ RCB અને UP વોરિયર્સે તેને ખરીદવા માટે પોતાની તિજોરી ખોલી દીધી. RCB એ શિખા પાંડે માટે 2.2 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી, પરંતુ અંતે UP વોરિયર્સે તેને 2.4 કરોડ રૂપિયામાં ખરીદી લીધી.
શિખા પાંડે ઈન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર
શિખા પાંડે માત્ર ક્રિકેટર જ નહીં પણ વાયુસેના અધિકારી પણ છે. શિખાએ ગોવા એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કર્યું અને 2011 માં ભારતીય વાયુસેનામાં કમિશન મેળવ્યું. હાલમાં, તે વિંગ કમાન્ડર છે અને હૈદરાબાદ અને જોધપુરમાં તૈનાત છે.
Experience Class
New threads for Shikha Pandey as she joins @UPWarriorz for a whopping INR 2.4 Crore #TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/nMvcWjsfvC
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
બાળપણ ગરીબીમાં વિત્યું
શિખા પાંડેનો જન્મ 12 મે, 1989 ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો પરંતુ તેણીનું શિક્ષણ ગોવામાં થયું હતું. શિખા પાંડેનું બાળપણ ગરીબીમાં વિત્યું. તેના પિતા એક નાના ઉદ્યોગપતિ હતા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. જોકે, શિખાને ક્રિકેટ ખૂબ પસંદ હતું. તે પ્લાસ્ટિકના બોલથી પ્રેક્ટિસ કરતી હતી અને પ્રેક્ટિસ કરવા માટે દરરોજ 40 કિમી સાયકલ ચલાવતી હતી.
શિખા પાંડેની કારકિર્દી
આ 36 વર્ષીય અનુભવી બોલરે 62 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 43 વિકેટ લીધી છે, તેનો ઇકોનોમી રેટ ફક્ત 6.4 રન પ્રતિ ઓવર છે. વુમન્સ પ્રીમિયર લીગમાં શિખા પાંડેએ 27 મેચોમાં 30 વિકેટ લીધી છે, જેમાં તેનો ઇકોનોમી રેટ પ્રતિ ઓવર 7 રન કરતા ઓછો છે. શિખા પાંડેની શિસ્ત અને તેનો અનુભવ તેને એક ટોપ રેટેડ ખેલાડી બનાવે છે, જેના કારણે તેણીએ વુમન્સ પ્રીમિયર લીગમાં બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો: WPL ની વૈભવ સૂર્યવંશી, ઓક્શનમાં રચ્યો ઈતિહાસ, સૌથી નાની ઉંમરની ખેલાડીની જાણો કેટલી છે ઉંમર
