AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2026 Points Table : મુંબઈની હાલત ખરાબ, આ ટીમે પ્લેઓફ માટે સ્થાન પાક્કું કર્યું

WPL 2026 : વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સીઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની હાલત ખરાબ જોવા મળી રહી છે. જેમાં તેને છેલ્લી 3 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે.

WPL 2026 Points Table : મુંબઈની હાલત ખરાબ, આ ટીમે પ્લેઓફ માટે સ્થાન પાક્કું કર્યું
| Updated on: Jan 21, 2026 | 10:24 AM
Share

વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સીઝન માટે ટીમો નવી મુંબઈથી વડોદરા પહોંચી ચૂકી છે પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. જેમાં તેને એક તરફી મેચમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.આ મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી 3 મેચમાં સતત ત્રીજી હારના કારણે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ અત્યારસુધી જીતતી આવી છે. જેમાં તેમણે પ્લેઓફ માટે પણ સ્થાન પાક્કું કરી લીધું છે.

વડોદરામાં રમાઈ રહી છે મેચ

પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે પહેલા નંબર પર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ મેદાન પર અત્યારસુધી બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી છે. જેમાં તેમણે 5 મેચ રમી છે અને આ તમામ મેચ જીતવામાં સફળ રહી છે. આરસીબી મહિલા ટીમ પ્લેઓફમાં સ્થાન પાક્કું કરી લીધું છે. તો પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. બીજી બાજુ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જેમણે અત્યારસુધી 6 મેચ રમી છે. આ ચારેય મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર 2 મેચમાં જીત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પાસે હજુ 4 પોઈન્ટ છે.

WPL 2026ના પોઈન્ટ ટેબલ

WPL 2026ના પોઈન્ટ ટેબલમાં અન્ય 3 ટીમની વાત કરીએ તો. યુપી વોરિયર્સની ટીમ હજુ ત્રીજા નંબર પર છે. જેમાં તેમણે 5 મેચમાંથી 2માં જીત મેળવી છે. જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે. યુપી વોરિયર્સના કુલ 4 પોઈન્ટ છે. ત્યારબાદ ચોથા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે. જેના પણ 5 મેચમાં 4 અંક છે. પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર ગુજરાત જાયન્ટસની ટીમ છે. જેમણે 5 મેચ રમી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. 2 મેચ જીતી છે. ગુજરાત જાયન્ટસના હજુ 4 અંક છે.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. તેનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સંચાલન કરે છે. અહી ક્લિક કરો

ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
g clip-path="url(#clip0_868_265)">