7 વર્ષથી પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ. અમદાવાદ અને વડોદરામાં રાજનીતિ, સામાજિક વિષય, ઇન્ફ્રા સ્ટ્રકચર, વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક બાબતોને લઈને રિપોર્ટિંગનો અનુભવ. હાલ વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત.
Breaking News: વડોદરામાં ગરબાનો વર્લ્ડ રેકોર્ડ, 46,818 ખેલૈયાઓએ એકસાથે ગરબે ઘૂમી રચ્યો ઈતિહાસ
વડોદરામાં નવરાત્રિ પહેલા જ ગરબાના રંગો છવાઈ ગયા છે. યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે 7 ઓક્ટોબરે એક સાથે 46,818 ખેલૈયાઓએ ગરબે ઘૂમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે દુનિયાના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડનો પોતાનો જૂનો 30 હજારનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
- Anjali oza
- Updated on: Oct 8, 2026
- 1:18 pm
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ, ખેલૈયાઓ-આયોજકોએ નિર્ણયને આવકાર્યો- Video
વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન સતત ત્રીજા વર્ષે નો તિલક, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આયોજકો દ્વારા શિસ્ત જાળવવા અને અસામાજિક તત્ત્વોને રોકવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. ખેલૈયાઓએ આ નિયમને આવકાર્યો છે.
- Anjali oza
- Updated on: Oct 2, 2026
- 1:19 pm
Breaking News : 5 દોષિત… હવે સજાની ઘડી, 31મીએ ભાયલી ગેંગરેપ કેસમાં આવશે મોટો નિર્ણય, જુઓ Video
વડોદરાના બહુચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં 31મી ઑગસ્ટે સજાનું એલાન કરાશે. પાંચ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ આજે સજા અંગે દલીલો પૂર્ણ થઈ છે. સરકાર પક્ષે આરોપીઓ માટે ફાંસી અથવા આજીવન કેદની સજાની માંગ કરી છે. આ કેસ 16 વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મનો છે.
- Anjali oza
- Updated on: Aug 25, 2026
- 2:36 pm
વડોદરા પાસે પાણી પૂરું થઈ ગયું! આજવા સરોવરનું સ્તર ઘટતાં મનપાએ સરદાર સરોવર પાસેથી પાણી ખરીદ્યું, જુઓ Video
વડોદરા શહેરમાં વરસાદની અછતને કારણે જળસંકટ ઘેરું બન્યું છે. આજવા સરોવરનું જળસ્તર ઘટતા મહાનગરપાલિકાને નર્મદા નિગમ પાસેથી અંદાજે રૂ. 1.50 કરોડનું પાણી ખરીદવું પડ્યું છે.
- Anjali oza
- Updated on: Jul 19, 2026
- 10:10 pm
વડોદરા: દેવ ડેમ કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા, MLA ની ફરિયાદ છતાં પેમેન્ટ ચૂકવાતા સાંસદ હેમાંગ જોશી લાલઘૂમ
વડોદરા જિલ્લા સંકલનની બેઠકમાં દેવ ડેમ કેનાલનો મુદ્દો જોરશોરથી ગાજ્યો છે. વાઘોડિયાના ધારાસભ્યની લેખિત ફરિયાદ છતાં એજન્સીને પેમેન્ટ ચૂકવી દેવાતા સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જવાબદારો સામે કડક પગલાં લેવા આદેશ આપ્યા છે.
- Anjali oza
- Updated on: May 16, 2026
- 6:00 pm
છોટાઉદેપુર: કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીના રિમાન્ડ મંજૂર, ધરપકડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ
છોટાઉદેપુરના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોષીની દારૂના કેસમાં ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે મધુ શ્રીવાસ્તવે તેને ભાજપની કિન્નાખોરી ગણાવી આકરા પ્રહારો કર્યા છે.
- Anjali oza
- Updated on: May 14, 2026
- 6:45 pm
વડોદરામાં ₹7.42 કરોડ ‘પાણીમાં’? રૂપારેલ કાંસમાં ભૂમાફિયાઓએ ઠાલવ્યો હજારો ટન કાટમાળ, ચોમાસા પહેલા તંત્ર ઘોર નિંદ્રામાં!
દંતેશ્વરના અનુપમનગર પાસે કાંસની દીવાલ તોડીને 250 મીટર સુધી કાટમાળ ખડકી દેવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે કાંસ પહોળી કર્યા બાદ પણ તંત્રના પાપે સ્થાનિકો પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ડેપ્યુટી ઇજનેરના 'કામ ચાલુ છે' તેવા જવાબોથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
- Anjali oza
- Updated on: May 7, 2026
- 9:23 pm
Vadodara Local Body Election Result : ભાજપમાંથી સસ્પેન્ડ થયા કોંગ્રેસમાં જઈ જીતી ચૂંટણી, જાણો કોણ છે આશિષ જોષી
વડોદરા વોર્ડ 15ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સસ્પેન્ડ થયેલા ભાજપ નેતા આશિષ જોષીએ કોંગ્રેસ ટિકિટ પર જીત મેળવી છે. ભાજપે આ વોર્ડમાં ત્રણ બેઠકો જીતી છે.
- Anjali oza
- Updated on: Apr 28, 2026
- 4:12 pm
Breaking News: પેટ્રોલની ટાંકી ‘ફૂલ’ કરાવીને જેવો બહાર નીકળ્યો કે બાઈક બની ગઈ ‘અગનગોળો’ વડોદરામાં પેટ્રોલ પંપ પાસે ભયાનક આગ
વડોદરાના સરદાર એસ્ટેટ પાસે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક બાઈકચાલક પેટ્રોલ પંપ પરથી ઈંધણ ભરાવીને જેવો બહાર નીકળ્યો, કે તરત જ તેની બાઈકમાં અચાનક વિકરાળ આગ લાગી ગઈ હતી.
- Anjali oza
- Updated on: Mar 24, 2026
- 6:58 pm
શ્રમિક સુવિધા કેન્દ્રો વિવાદમાં : ઉનાળાની ગરમીમાં શ્રમિકો માટે નથી પીવાના પાણીની વ્યવસ્થા, શ્રમિકો ત્રસ્ત
વડોદરામાં શ્રમિકોને ગરમીથી રાહત આપવા માટે શરૂ કરાયેલા સુવિધા કેન્દ્રોમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ જોવા મળતા વિવાદ વકર્યો છે. શ્રમિકોએ માત્ર ઓટલા અને શેડ સિવાય પાણી જેવી પાયાની જરૂરિયાત પૂરી પાડવા માગ કરી છે.
- Anjali oza
- Updated on: Mar 10, 2026
- 4:45 pm
વડોદરા: વિપક્ષના કાઉન્સિલરો સસ્પેન્ડ થતા રાજકારણમાં ઉથલપાથલ, જુઓ Video
વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભામાં વિપક્ષના 7 કાઉન્સિલરોને મેયરે સસ્પેન્ડ કર્યા. સભાની મર્યાદા ભંગ અને આદેશની અવગણનાનો આક્ષેપ સત્તાપક્ષે કર્યો.
- Anjali oza
- Updated on: Feb 18, 2026
- 10:10 pm
Breaking News : વડોદારામાં નશામાં ધૂત થઈ અકસ્માત સર્જનાર પૂર્વ ક્રિકેટરનું લાઈસન્સ થઇ શકે છે રદ
વડોદરામાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ કરવામાં આવી છે.દારૂ પીને અકોટામાં મોડી રાત્રે જેકોબે અન્ય વાહનોને ટક્કર મારી હતી, અકસ્માત બાદ નશામાં ધૂત જેકોબ માર્ટિન કાર લઈ ફરાર થઈ ગયો હતો, હવે પૂર્વ ક્રિકેટરોની મુશ્કેલીમાં વધારો થયો છે.
- Anjali oza
- Updated on: Jan 29, 2026
- 2:46 pm