AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WGTT 2026 : મનીષા વકીલે આંગણવાડીની સુરત બદલવા અને કુપોષણ નાબૂદી માટે શું આપ્યો રોડમેપ? જુઓ-Video

WGTT 2026 : મનીષા વકીલે આંગણવાડીની સુરત બદલવા અને કુપોષણ નાબૂદી માટે શું આપ્યો રોડમેપ? જુઓ-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2026 | 9:13 PM
Share

વડોદરાની સંસ્કારી નગરીના પ્રતિનિધિ અને રાજ્યના મંત્રી મનીષાબેન વકીલે તેમના નેતૃત્વ હેઠળના પડકારો વિશે TV9ના મંચ પર વિગતવાર વાત કરી છે. 53,000 આંગણવાડીઓના વહીવટથી માંડીને આદિવાસી વિસ્તારોમાં કુપોષણ સામેની લડાઈ સુધી, મંત્રીએ 2027 પહેલાના તેમના લક્ષ્યો અને સરકારની નીતિ પર ભાર મૂક્યો છે.

TV9 ગુજરાતીના સૌથી મોટા મંચ What Gujarat Thinks Todayમાં આજે વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, મહિલા અને બાળ કલ્યાણ (WCD) તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળતા મંત્રીએ તાજેતરમાં સરકારની પ્રાથમિકતાઓ અને ફિલ્ડ વર્ક પર ભાર મૂક્યો છે.

આંગણવાડીઓની કાયાપલટ: 25,000 કેન્દ્રોનું રિનોવેશન

રાજ્યમાં કાર્યરત 53,000 આંગણવાડીઓ ICDS પ્રોગ્રામનો મુખ્ય ભાગ છે. મંત્રીએ જણાવ્યું કે માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં 25,000 આંગણવાડીઓનું રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમનું લક્ષ્ય આંગણવાડીઓની માત્ર શકલ જ નહીં, પરંતુ ત્યાં અપાતી સુવિધાઓની ગુણવત્તામાં પણ સુધારો કરવાનું છે. ‘દયા સાથે દ્રઢતા’ના મંત્ર સાથે તેઓ સરકારી અધિકારીઓ પાસેથી સીધો રિપોર્ટ માંગી રહ્યા છે અને રિવ્યૂ બેઠકો દ્વારા સતત દેખરેખ રાખી રહ્યા છે.

કુપોષણ અને પરપ્રાંતિય મજૂરોનો પડકાર

મનીષાબેન વકીલે ખૂબ જ પારદર્શક રીતે સ્વીકાર્યું કે ટ્રાઈબલ એરિયા (આદિવાસી વિસ્તારો) માં કુપોષણ હજુ પણ એક મોટો પડકાર છે. દાહોદ અને છોટા ઉદયપુર જેવા જિલ્લાઓમાં સૌથી મોટી સમસ્યા શ્રમિકોના સ્થળાંતરની છે. મજૂરી કામ માટે જ્યારે પરિવારો બીજા રાજ્યોમાં જાય છે, ત્યારે બાળકોના પોષણ અને શિક્ષણની સાતત્યતા જાળવવી મુશ્કેલ બને છે. અલગ-અલગ જિલ્લાઓની ભૌગોલિક અને સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકાર નવી નીતિઓ બનાવી રહી છે.

વડોદરાની રાજનીતિ અને 2027નું લક્ષ્ય

વડોદરા જે સંસ્કારી નગરી હોવાની સાથે ‘એજ્યુકેશનલ હબ’ પણ છે, ત્યાં મનીષા વકીલનું લક્ષ્ય 2027 પહેલા મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણના મહત્વના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનું છે. સ્ત્રી નેતૃત્વ હોવાને કારણે તેઓ ‘નારી દ્રષ્ટિ’ થી નીતિઓ ઘડી રહ્યા છે, જે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તેવો તેમનો નિર્ધાર છે.

મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી, વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">