આખું ગુજરાત લૂની લપેટમાં ! કાળઝાળ ગરમીનો ‘કિલર’ રાઉન્ડ શરૂ; 9 શહેરમાં પારો 40 ને પાર – જુઓ Video
ગુજરાતીઓ અત્યારે અસહ્ય ગરમી અને 'હીટવેવ' જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં ‘તાપનું ટોર્ચર’ શરૂ થઈ ગયું છે.
9 માર્ચના સત્તાવાર આંકડાઓ મુજબ, સૌરાષ્ટ્રનું રાજકોટ 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ નોંધાયું છે. તેની પાછળ કંડલા 41.4 ડિગ્રી અને અમદાવાદ 41.2 ડિગ્રી સાથે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ પારો 41.1 ડિગ્રીએ પહોંચી ગયો છે.
આ ઉપરાંત ગાંધીનગર (40.6 ડિગ્રી), સુરત (40.6 ડિગ્રી), અમરેલી (40.5 ડિગ્રી), વડોદરા (40.4 ડિગ્રી) અને ભુજ (40.4 ડિગ્રી) માં પણ તાપમાન 40 ડિગ્રી વટાવી ચૂક્યું છે. સતત વધતા પારાને કારણે સમગ્ર રાજ્યમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે.
નિર્લિપ્ત રાયની નિમણૂકને પગલે ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, દાદાના રાજમાં અસામાજિકોને ડામવા ગાંધીનગરથી ગ્રીન સિગ્નલ !
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
