AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ, મુહૂર્ત સાચવવા સ્ક્ટૂર પર લિફ્ટ માંગીને લગ્નસ્થળે પહોંચી

Vadodaraમાં આજવા રોડ પર ચાલતા ખોદકામ અને ભારે ટ્રાફિક જામને કારણે દુલ્હનને પોતાનું લગ્ન મુહૂર્ત સાચવવા સ્કૂટર પર લિફ્ટ લઈને લગ્નસ્થળે પહોંચવું પડ્યું.

વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ, મુહૂર્ત સાચવવા સ્ક્ટૂર પર લિફ્ટ માંગીને લગ્નસ્થળે પહોંચી
Vadodara News
| Updated on: Feb 22, 2026 | 4:54 PM
Share

વડોદરામાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના શુભ મુહૂર્તને સાચવવા માટે દુલ્હનને પરંપરાગત પાલખી કે સજાવટ કરેલી કારને બદલે સ્કૂટર પર લિફ્ટ લઈને લગ્નસ્થળે પહોંચવું પડ્યું. સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં ભવ્ય એન્ટ્રીની ચર્ચા થાય છે, પરંતુ આ વખતે દુલ્હનની એન્ટ્રી શહેરની ટ્રાફિક સમસ્યાઓને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ ઘટના આજવા રોડ પર બની હતી, જ્યાં શહેરના વિકાસકાર્યો હેઠળ મનપાએ અનેક જગ્યાએ રસ્તાઓ ખોદી નાખ્યા છે. રસ્તાઓ પર ઠેરઠેર ખાડા અને ડાયવર્ઝનને કારણે ટ્રાફિકની પરિસ્થિતિ બગડી ગઈ છે. જે અંતર કાપતા સામાન્ય રીતે માત્ર 15 મિનિટનો સમય લાગે છે, ત્યાં હાલ 40થી 45 મિનિટ સુધીનો સમય લાગી રહ્યો છે. આ જ ટ્રાફિક જામમાં દુલ્હનની કાર ફસાઈ ગઈ હતી.

જાન પાર્ટી પ્લોટ પર સમયસર પહોંચી ગઈ હતી, પરંતુ દુલ્હનની કાર ટ્રાફિકમાં અટવાઈ જતા મુહૂર્ત હાથમાંથી નીકળી જવાની ભીતિ ઉભી થઈ. પરિસ્થિતિની ગંભીરતા સમજતા દુલ્હને તાત્કાલિક નિર્ણય લીધો. લગ્ન પહેલાંનું ફોટોશૂટ રદ કરીને તેણે રસ્તા પરથી પસાર થતાં એક સ્કૂટરચાલક પાસે લિફ્ટ માગી અને સ્કૂટર પર જ લગ્નસ્થળે પહોંચી ગઈ.

લગ્નવેશમાં સ્કૂટર પર જઈ રહેલી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દુલ્હન ભારે ટ્રાફિક વચ્ચે સ્કૂટર પર બેસીને લગ્નસ્થળ તરફ જતા નજરે પડે છે. આ દૃશ્ય જોઈ લોકો શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યો અને મનપાની કામગીરી અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.

શહેરમાં વિકાસ જરૂરી છે, પરંતુ આયોજનના અભાવે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના માત્ર એક દુલ્હનની નથી, પરંતુ રોજબરોજ ટ્રાફિકમાં ફસાતા અનેક નાગરિકોની વ્યથા પણ રજૂ કરે છે. હાલ આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે અને મનપા દ્વારા રસ્તાકામ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈ યોગ્ય આયોજન કરવાની માંગ ઉઠી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
g clip-path="url(#clip0_868_265)">