સની દેઓલ

સની દેઓલ

અજય સિંહ દેઓલ એટલે કે સની દેઓલ હિન્દી ફિલ્મોનો જાણીતો એક્ટર છે. પંજાબમાં 19 ઓક્ટોબર 1956ના રોજ જન્મેલા સની દેઓલનો લગભગ આખો પરિવાર ફિલ્મો સાથે જોડાયેલો છે. સની દેઓલના પિતા ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોમાંથી એક છે. તેના ભાઈ બોબી દેઓલ અને સાવકી બહેન એશા દેઓલ સિવાય સની દેઓલના બે પુત્રો કરણ દેઓલ અને રાજવીર દેઓલે પણ બોલિવુડમાં કામ કર્યું છે.

સની દેઓલની ફિલ્મી સફર 1983માં ફિલ્મ બેતાબથી શરૂ થઈ હતી. આ ફિલ્મ હિટ રહી હતી. ધીરે ધીરે તે હિન્દી સિનેમાનો મોટો એક્ટર બની ગયો. તેને કરિયરમાં અર્જુન, ત્રિદેવ, ઘાયલ, દામિની, ડર, જીત, ઘાતક, જીદ્દી, બોર્ડર અને ગદર એક પ્રેમ કથા જેવી ઘણી સફળ અને યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. 2023માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ગદર 2એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો અને 500 કરોડથી વધુની કમાણી કરી હતી.

ફિલ્મો સિવાય સની દેઓલે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. 2019માં લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીએ તેને ગુરદાસપુરથી લોકસભાની ટિકિટ આપી. સની દેઓલે કોંગ્રેસના વર્તમાન સાંસદ સુનીલ કુમાર જાખરને હરાવ્યા હતા. સની દેઓલ હાલમાં પંજાબના ગુરદારપુરથી સાંસદ છે.

Read More
Follow On:
g clip-path="url(#clip0_868_265)">