દેઓલ પરિવાર ધર્મેન્દ્રના 90મા જન્મદિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહ્યું છે
ધર્મેન્દ્રની તબિયત કેવી છે. તેને લઈ હેમા માલિનીએ અપટેડ આપ્યું છે. સાથે પરિવાર સાથે જોડાયેલા કેટલાક લોકો પાસેથી એવી પણ ચર્ચાઓ જાણવા મળી છે કે, હવે ધરમ જીનો 90મો જન્મદિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

દિગ્ગજ સ્ટાર અભિનેતા ધર્મેન્દ્રની હેલ્થમાં સુધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હેલ્થમાં સુધારો જોવા મળતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ત્યારબાદથી ધર્મેન્દ્રની સારવાર ડોક્ટર દ્વારા તેના ઘરે કરવામાં આવી રહી છે.હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, દેઓલ પરિવાર ધર્મેન્દ્રના 90માં જન્મદિવસનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે.

8 ડિસેમ્બરના રોજ ધર્મેન્દ્ર 90 વર્ષના થશે. ખાસ વાત એ છે કે, દીકરી એશા દેઓલનો 2 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. પરંતુ પિતા અને અભિનેતાની તબિયત ખરાબ હોવાના કારણે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો ન હતો.

હવે ધર્મેન્દ્રની હેલ્થમાં સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પરિવાર બાપ-દીકરીનો જન્મદિવસ સાથે ઉજવવાનો પ્લાન કરી રહ્યા છે.

જ્યારે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારથી પરિવારે અને મીડિયાએ તમામ લોકો પાસે પ્રાઈવેસીની માંગ કરી હતી.ચાહકો પણ તેના સ્વાસ્થ વિશે પ્રાર્થના કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે,ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના ફાર્મ હાઉસના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા.થોડા સમય પહેલા તેના ફિઝિયોથેરેપી સેશન અને સ્વિમિંગ કરતો વીડિય પણ શેર કર્યો હતો.
ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે પિતાના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો
