Border 2 : થઈ જાવ તૈયાર, આ દિવસે આવી રહ્યું છે સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’નું ટીઝર
Border 2 : સની દેઓલ પડદા પર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ વર્ષે તેની ફિલ્મ જાટ રિલીઝ થઈ હતી. તે ઠીકઠાક ચાલી હતી. હવે બોર્ડર 2 પાર્ટની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.જેની ચાહકો વર્ષોથી રાહ જોતા હતા. આ પહેલા ચાલો જાણીએ બોર્ડર 2નું ટીઝર ક્યારે રિલીઝ થશે.

સની દેઓલના ખાતમાં પહેલા જ અનેક મોટી ફિલ્મો છે. જેમાંથી કેટલીક કમ્પલીટ થઈ ચૂકી છે. જ્યારે કેટલીક ફિલ્મો વિશે હજુ કાંઈ અપટેડ નથી. વર્ષ 2025માં તેની ફિલ્મ જાટ રીલિઝ થઈ હતી. તે બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નહી. હવે વર્ષ 2026ની શરુઆતમાં સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 આવી રહી છે. બોર્ડર 23 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ટુંક સમયમાં મેકર્સ પ્રમોશન શરુ કરી દેશે પરંતુ આ પહેલા ફિલ્મનું ટિઝર આવવાનું છે. જેની તારીખ અને સમય મેકર્સે જણાવ્યા છે. નવા પોસ્ટરને જોઈ લોકો ટીઝર જોવા માટે આતુર થયા છે.
સની દેઓલની બોર્ડર 2માં આ અભિનેતા પણ લીડ રોલમાં છે. પરંતુ આ વખતે જુના સ્ટાર સાથે નહી પરંતુ નવી ટીમ જોવા મળશે. વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પોતાના લુકમાં જોવા મળી ચૂક્યા છે. ત્રણેય સ્ટારના ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. હવે 4 અભિનેતા એક સાથે પોસ્ટરમાં જોવા મળ્યા છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ મેકર્સે શું અપટેડ આપ્યું છે.
બોર્ડર 2નું ટીઝર ક્યારે આવશે
હાલમાં ટી સીરિઝ એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં લખ્યું હતુ. વિજય દિવસનો જોશ.1971ની જીત યાદ અને વર્ષનું સૌથી ગ્રાન્ડ ટીઝર લોન્ચ એક સાથે Border 2નું ટીઝર 16 ડિસેમ્બરના બપોરના 1:30 કલાકે આવશે. નવા પોસ્ટરમાં સૌથી આગળ સની દેઓલ, વરુણ ધવન, દિલજીત અને અહાન શેટ્ટી જોવા મળી રહ્યા છે. બધાના ચેહરા પર ઈજા થઈ છે. તેમજ આંખમાં જંગ જીતવા માટે જનુન જોવા મળી રહ્યું છે. ટીઝર 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. ત્યારબાદ ટ્રેલર રીલિઝ થશે.
View this post on Instagram
બોર્ડરે કેટલી કમાણી કરી હતી?
વર્ષ 1997ના રોજ બોર્ડર ફિલ્મ રિલીઝ થઈ હતી. જે,પી દત્તાએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી. 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ફિલ્મ લોંગેવાલાની લડાઈ પર આધારીત છે. જેમાં સની દેઓલ સિવાય જૈકી શ્રોફ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, પુનીત ,સુદેશ બેરી અને કુલભુષણ ખરબંદાએ કામ કર્યું હતુ. ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી. 12 કરોડ રુપિયાના બજેટમાં બનેલી ફિલ્મે 66 કરોડની કમાણી કરી હતી. આજે પણ લોકો બોર્ડર ફિલ્મ જોવાનું પસંદ કરે છે.
